Gujarati News

Gujarati News

News of Saturday, 18th July 2020

કલોલના ઠાકોરવાસમાં પોલીસે દરોડા સાત જુગારીઓને 14 હજારની રોકડ સાથે ઝડપ્યા

કલોલ: શહેરના ઠાકોરવાસમાં શહેર પોલીસે દરોડો કરી સાત જુગારીઓને ૧૪,૬૨૦ ની રોકડ સાથે ઝડપી લીધા હતા. જ્યારે કલોલ તાલુકા પોલીસે પણ મોડી રાત્રે બાતમીને આધારે ડીંગુચા ગામમાં દરોડો કરી જુગાર રમતા આઠ શખ્સોને રોકડ ૧૦,૨૭૦ સાથે રંગેહાથે ઝડપી લીધા હતા.

કલોલમાં પાનસર ત્રણ રસ્તા પાસે આવેલા ઠાકોર વાસ નજીક બાવળની ઝાડીઓમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે કલોલ શહેર પોલીસે ગઇકાલે બપોરે દરોડો કર્યો હતો. જેમાં જુગાર રમતા રાજુજી ચંદુજી ઠાકોર રહે.ઠાકોરવાસ, અલ્તાફ મહમદભાઇ સૈયદ રહે.રહિમપુરા, અશરફ હસુમિયા સૈયદ રહે.સૈયદ વાસ કલોલ, જાવેદ હારુનભાઇ પરમાર રહે. ધોરીવાસ, ઇકબાલ મનુભાઇ અજમેરી રહે.ફકીર વાડો કલોલ, મહંમદ આસિફ મહંમદ યુસુફભાઇ અન્સારી રહે.અબરાર સોસાયટી, આરીફ કાદરભાઇ ઘાંચી રહે.સોમનાથ નગર વિ-ર કલોલનાઓ રંગેહાથે ઝડપાઇ ગયા હતા. પોલીસે સ્થળ પરથી રૂપિયા ૧૪,૬૨૦ ની રોકડ કબ્જે લઇ જુગારીઓ સામે કાર્યવાહી કરી હતી. જ્યારે બીજા એક દરોડામાં કલોલ તાલુકા પોલીસે બાતમીને આધારે કલોલના ડીગુંચા ગામમાં મોડી રાત્રે દરોડો કરી જુગાર રમતા યુસુફ ફકીર મહમદ ફકીર રહે.કબ્રસ્તાન ઇદગાહ કલોલ, વિષ્ણુ રમણભાઈ પ્રજાપતિ રહે.ડીગુંચા, સાદીક ઇકબાલભાઇ ઘાંચી રહે.ઉસ્તાદપુરા કલોલ, ઇસ્માઇલ શાહ મહંમદ શાહ ફકીર રહે.તકિયાની ચાલી કલોલ, રમેશ સેંધાભાઇ મિસ્ત્રી રહે.કલ્યાણપુરા, કલોલ, અમરતજી કાળાજી ઠાકોર રહે.સુથારની ચાલી કલ્યાણપુરા કલોલ, હરીજી ગુલાબજી ડોડીયા રહે.ડીગુંચા, અનીલપુરી ગાંડા પુરી ગોસ્વામી રહે.ડીગુંચાને રંગેહાથે ઝડપી લીધા હતા. પોલીસે સ્થળ પર થી રૂપિયા ૧૦,૨૭૦ની રોકડ કબ્જે લઇ જુગારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી.

(5:36 pm IST)