Gujarati News

Gujarati News

News of Saturday, 18th July 2020

ગાંધીનગર નજીક ચંદ્રાલા પાસે લકઝરી બસમાં મુસાફરના થેલામાંથી વિદેશી દારૂની બ્રાન્ડેડ 24 બોટલ જપ્ત કરવામાં આવી

ગાંધીનગર: શહેર તેમજ જિલ્લામાં દેશી વિદેશી દારૂની હેરાફેરી અને વેચાણ અટકાવવા પોલીસ દોડી રહી છે ત્યારે ચિલોડા પોલીસે ચંદ્રાલા પાસેથી લકઝરી બસમાં સવાર મુસાફરના થેલામાંથી વિદેશી દારૂની બ્રાન્ડેડ ર૪ બોટલ કબ્જે કરી હતી અને દારૂ અને મોબાઈલ મળી ૪૭ હજારનો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.  

રાજયના પાટનગર ગાંધીનગર જિલ્લામાં દેશી વિદેશી દારૂની હેરાફેરી અને વેચાણ અટકાવવા માટે પોલીસ દ્વારા દોડધામ કરવામાં આવી રહી છે ત્યારે ચિલોડા પોલીસ દ્વારા ચંદ્રાલા પાસે નાકા પોઈન્ટ ઉભો કરીને અહીંથી પસાર થતાં વાહનોની સઘન તપાસ કરવામાં આવી રહી છે. છેલ્લા થોડા સમયથી ખાસ કરીને લકઝરી અને એસટી બસમાં મુસાફરના સ્વાંગમાં ખેપિયાઓ દારૂની હેરાફેરી કરતાં હોવાથી આવા વાહનો પણ તપાસવામાં આવી રહયા છે. ત્યારે ગઈકાલે હિંમતનગર તરફથી આવતી એક બસને ચંદ્રાલા પાસે ઉભી રાખવામાં આવી હતી અને તેમાં તપાસ કરતાં એક થેલામાંથી વિદેશી દારૂની બ્રાન્ડેડ ર૪ જેટલી બોટલ મળી આવી હતી. આ દારૂ બસમાં સવાર મુસાફર મહેન્દ્રસિંહ લલિતસિંહ ચૌહાણ રહે.સલુંબર રેસીંગ તળાવ, જિ.ઉદેપુરનો હોવાનું બહાર આવતાં પોલીસે તેની પ્રોહીબીશન એકટ મુજબ અટકાયત કરી હતી અને દારૂ અને મોબાઈલ મળી ૪૭ હજારનો મુદ્દામાલ કબ્જે કરી લીધો હતો. 

(5:36 pm IST)