Gujarati News

Gujarati News

News of Saturday, 18th July 2020

વડોદરામાં અગાઉ નવ મહિના પહેલા ગાંજાના જથ્થા સાથે ઝડપાયેલ સપ્લાયર દેવગઢ બારીયા નજીકથી ઝડપાયો

વડોદરા: શહેરમાં નવ મહિના પહેલાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલા એક કેરિયર ને ગાંજો સપ્લાય કરનાર સપ્લાયર દેવગઢ બારીયા ખાતેથી ઝડપાયો છે.

પોલીસના જણાવ્યા પ્રમાણે,અકોટાની વિનાયક સોસાયટીમાં રહેતો સંજય ગોવિંદભાઇ ટાંક ગઇ તા.૧૧ નવેમ્બરના રોજ  ૧ કિલો ગાંજા સાથે પકડાયો હતો.

આ જથ્થો દેવગઢ  બારીયા ખાતે રહેતા બાબુ મેરાભાઇ ચામઠા પાસે લાવ્યો હોવાની વિગતો મળતાં એસઓજીએ તેની દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા ખાતેથી ધરપકડ કરી છે.

(5:34 pm IST)