Gujarati News

Gujarati News

News of Saturday, 18th July 2020

વડોદરા ગ્રામ્ય પોલીસે અલગ અલગ બનાવમાં વડોદરા તાલુકામાંથી વિદેશી દારૂ બિયરનો 1.42 લાખનો જથ્થો જપ્ત કર્યો

વડોદરા:ગ્રામ્ય પોલીસે અલગ-અલગ ત્રણ બનાવમાં વડોદરા તાલુકાના જશાપુરા ગામ, આસોજ ગામના રોડ તેમજ ડભોઇના ગોપાલપુરા ગામેથી દારૃ અને બીયરનો ૧.૪૨ લાખનો જથ્થો જપ્ત કર્યો છે. 

વડોદરા તાલુકા પોલીસે મળેલી માહિતીના આધારે પીલોલ ગામથી  આસોજ ગામ તરફ જવાના રસ્તા પર વોચ ગોઠવીને શંકાસ્પદ ગાડીને ઉભી રાખી ચેકીંગ હાથ ધર્યુ હતું. પોલીસને ગાડીમાંથી વિદેશી દારૃની ૮૦ બોટલ કિંમત રૃપિયા ૩૮,૦૦૦ની મળી આવી હતી. તાલુકા પોલીસે ગાડીના ડ્રાયવર દિનેશ ગોપાલભાઇ રાઠવા (રહે. જલોદા ખોડીવલી વાસેલ ફળીયા તા.જિ. છોટાઉદેપુર)ની ધરપકડ કરી છે. 

જ્યારે  અન્ય એક બનાવમાં તાલુકા પોલીસે જશાપુરા ગામે વિદેશી દારૃ ઉતારનાર (૧) શીરપાલસિંહ વિજયસિંહ પરમાર અને (૨) ધર્મેન્દ્રસિંહ મદનસિંહ ગોહિલ (બંન્ને રહે. અનગઢ ગામ)ને ઝડપી પાડયા હતા. પોલીસે ખેતરમાં છૂપાવેલો ૨૩૭ ટીનનો જથ્થો  રૃપિયા  ૨૭,૨૫૫નો કબજે કર્યો છે. 

(5:33 pm IST)