Gujarati News

Gujarati News

News of Saturday, 18th July 2020

અમદાવાદ સુરત બાદ હવે વડોદરા બની રહ્યું છે કોરોનાનું હોટ સ્પોટ:24કલાકમાં 77 પોઝિટીવ કેસ આવ્યા

અમદાવાદ: અને સુરત બાદ હવે વડોદરા કોરોનાનુ હોટ સ્પોટ બની રહ્યું છે. રોજ પોઝિટિવ કેસ અને મોતની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. વિતેલા ૨૪ કલાક દરમિયાન ૭૭ નવા કેસ નોંધાયા હતા જ્યારે ૧૩ દર્દીઓના મોત પણ થયા હતા.

શહેરના વારસીયા વિસ્તારમાં આરટીઓની જુની ઓફિસ પાસે સત્યમ એપાર્ટમેન્ટમાં રહેતા અને પદ્માવતી શોપિંગ સેન્ટરમાં ગારમેન્ટની શોપ ધરાવતા ૬૫ વર્ષના રામચંદ્ર ગંગારામ ચાવલાની તબિયત લથડતા ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા અહી તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને સારવાર દરમિયાન તેમનું મોત થયુ હતું

તો વાડી વિસ્તારમાં ગજાનંદ કોમ્પ્લેક્સમાં રહેતી ૨૯ વર્ષની મહિલા રાધિકાબેન સંદીપભાઇ શિંદે લહેરીપુરા વિસ્તારમાં આવેલી કપડાની દુકાનમાં સિલાઇ કામ માટે જતા હતા દરમિયાન તેમની તબિયત ખરાબ થતા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા અહી તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને સારવાર દરમિયાન મોત થયુ હતું

(5:33 pm IST)