Gujarati News

Gujarati News

News of Saturday, 18th July 2020

વડોદરામાં શાકભાજીની આડમાં વાનમાં વિદેશી દારૂની હેરાફેરી કરનાર બે આરોપીઓને પાણીગેટ પોલીસે કપૂરે નજીકથી ઝડપી પાડ્યો

વડોદરા:શાકભાજીની આડમાં પિકઅપ વાનમાં વિદેશી દારૃ છૂપાવીને આવતા બે આરોપીઓને પાણીગેટ પોલીસે કપુરાઇ ચોકડી નજીકથી ઝડપી લીધા છે. પોલીસે પિકઅપ વાનમાંથી ૧.૩૫ લાખનો વિદેશી દારૃ કબજે લીધો છે. 

પાણીગેટ પોલીસને માહિતી મળી હતી કે છોટાઉદેપુરથી એક  પિકઅપ વાનમાં વિદેશી દારૃ ભરીને વડોદરા આવવાના છે.  જેથી પી.આઇ. બી.એન. રાણાની સૂચના મુજબ પોલીસ સ્ટાફે વોચ ગોઠવી હતી અને એક શંકાસ્પદ પિકઅપ વાનને  રોકી તપાસ કરી હતી. પોલીસને ગેરમાર્ગે દોરવા માટે આરોપીઓએ શાકભાજીના થેલાની નીચે દારૃ છૂપાવ્યો હતો. જે દારૃનો જથ્થો પોલીસે  ઝડપી પાડયો છે. પોલીસે વિદેશી દારૃની ૭૪૪ બોટલ કિંમત રૃપિયા ૧.૩૫ લાખની કબજે કરી  બે આરોપી (૧) લક્ષ્મણ ઝંડુભાઇ રાઠવા (રહે.  ગામ બોકડીયા તા. કઠીવાડા જિ. અલીરાજપુર મધ્યપ્રદેશ) તથા (૨) શૈલેષ પારસીંગભાઇ રાઠવા (રહે. રંગપુર ગામ મોટા ફળિયા તા.જિ. છોટાઉદેપુર)ને પકડીને કોવિડ-૧૯ના ટેસ્ટ માટે મોકલી આપ્યા હતા. 

(5:32 pm IST)