Gujarati News

Gujarati News

News of Saturday, 18th July 2020

વડોદરા:લોકડાઉનમાં વ્યાજખોરોએ હેરકટિંગ સલૂનના માલિકને ચપ્પુની અણીએ રાખી ગોંધી માર મારતા ગુનો દાખલ

વડોદરા:લોકડાઉનના કારણે વ્યાજખોર ફાયનાન્સરને ૧૦ ટકા વ્યાજ ચૂકવી નહી શકનાર હેરકટિંગ સલૂનના માલિકનું ચપ્પુની અણીએ અપહરણ કરી રૃમમાં પૂરી દઇ માર માર્યો હતો. દરમિયાન પોલીસ  પહોચી જતા અપહૃતને વ્યાજખોરની ચુંગાલમાંથી છોડાવ્યો હતો. 

બીલગામ વ્રજવાટિકા કોમ્પલેક્સમાં રહેતા કિશોર ખેમચંદ શીંદેની શીયાબાગ બોરડી ફળિયામાં હરિઓમ હેર આર્ટ નામની હેરકટિંગની દુકાન  છે. કિશોર શીંદેએ પોલીસને જણાવ્યું હતું કે ત્રણ વર્ષ પૂર્વે મકાનના દસ્તાવેજ માટે રૃપિયાની જરૃર પડતા મે  મારા પુત્ર અવિનાશના ઓળખીતા  પ્રહલ્લાદ ગોવિંદભાઇ પટેલ (રહે. શીયાબાગ મેઇનરોડ વડોદરા) પાસેથી ત્રણ લાખ રૃપિયા ૧૦ ટકાના વ્યાજે લીધા હતા અને મારા પુત્રની સહીવાળા  ચાર તેમજ પત્ની ભારતીની સહીવાળા બે કોરા ચેક આપ્યા હતા. સપ્ટેમ્બર - ૨૦૧૭ થી જાન્યુઆરી ૨૦૨૦ સુધી મે નિયમિત પણે હપ્તા ભર્યા હતા.  અત્યાર સુધી મે પ્રહલ્લાદને ૧૦.૭૦ લાખ રૃપિયા ચૂકવી આપ્યા છે. ફેબુ્રઆરી મહિના પછી કોરોનાના કારણે લોકડાઉનની પરિસ્થિતિ સર્જાતા હપ્તા ભરી શક્યો ન હતો. 

(5:29 pm IST)