Gujarati News

Gujarati News

News of Saturday, 18th July 2020

વડોદરામાં ચોમાસામાં ભરાઈ જતા મચ્છરોના ત્રાસને ઘટાડવા મનપા દ્વારા 35 લાખના ખર્ચે મોસ્કિટો ઓઈલની ખરીદી કરવામાં આવશે

વડોદરા:ચોમાસામાં ભરાઈ રહેતા વરસાદી પાણીમાં મચ્છરોનો ત્રાસ પેદા ન થાય તે માટે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન મચ્છરોના પોરા મારવા માટે રૂપિયા 35 લાખના ખર્ચે 36,750 લીટર મોસ્કિટો લારવીસાઈડ ઓઇલની ખરીદી કરશે.

વડોદરા કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા રાષ્ટ્રીય વાહક જન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમ હેઠળ ગંદા પાણીમાં પેદા થતાં ક્યુલેક્સ મચ્છરના ઉત્પતિ સ્થાનો જેમકે ખાડા ખાબોચિયા નિકો કાસ વરસાદી ગટરો વિશ્વામિત્રી નદી વગેરે વિસ્તારમાં પોરા નાશ કરવાની કામગીરી કરવામાં આવે છે.

આ કામગીરી માટે એમ એલ ઓ એટલે કે મોસ્કિટો લારવી સાઈડ ઓઇલ તથા વેકટોબેક લિક્વિડનો ઉપયોગ કરવામાં આવે છે. આ લિક્વિડની ફાળવણી સરકાર કરે છે જ્યારે લારવીસાઈડ ઓઈલની ફાળવણી સરકાર કરતી ન હોવાથી જરૂરિયાત મુજબ કોર્પોરેશન ખરીદ કરે છે.

(5:29 pm IST)