Gujarati News

Gujarati News

News of Saturday, 18th July 2020

બન્‍ને સાધુઓને સમાજમાંથી કાઢી મુકોઃ જૈનાચાર્ય વિરૂદ્ધ મિડીયા-કોર્ટને પુરાવા અપાશે

ઇડર જૈન સંઘના ટ્રસ્‍ટીઓનો પ્રવર સમિતિને ખળભળાટ મચાવશે પત્ર : મુખ્‍યમંત્રી વિજયભાઇની મુલાકાતની ગોઠવાતી વ્‍યવસ્‍થાઃ ડીસ્‍ટ્રીકટ કોર્ટમાં જામીન રદ કરવા અંગે પુરાવાની યોગ્‍ય તપાસ માટે અપીલની કાર્યવાહી

રાજકોટ તા. ૧૮ : સાબરકાંઠા જીલ્લાના ઇડર પાસેના જૈન તિર્થધામમાં જૈન સાધુઓના વ્‍યાભિચાર આચરતો વિડીયો, ફોટો અને ઓડીયો જાહેર થતા ખળખળાટ મચી ગયો છે.

આ અંગે પાવાપુરી સમ્‍મેત શિખર તીર્થધામ, ઇડરના ટ્રસ્‍ટીઓ દ્વારા પ્રવર સમિતિને પત્ર લખી આ સાધુઓનો વેશ એમની પાસેથી પરત લેવા, કડક પગલા લેવા તથા ટ્રસ્‍ટના તીર્થને તુરંત છોડી દે તેવો ફતવો જાહેર કરવા વિનંતી કરી છ.ે જો આ અંગે લેખીતમાં કોઇ લખાણ બહાર નહીં પાડવામાં આવે તો નછુટકે કોર્ટમાં પુરાવા આપવા પડશે.

ઉપરાંત ટ્રસ્‍ટીઓ દ્વારા એક જાહેર નિવેદનમાં જણાવાયું છે કે શ્રી શ્રમણધર્મની પવિત્રતા ઉપર આંચ આવી છે, લોકોનો સાધુ સંસ્‍થા પરથી વિશ્વાસ ઉઠી જાય, લોકો સાધુ પાસે આવતા બંધ થઇ જાય તેવી સ્‍થિતિ છ.ે

ટ્રસ્‍ટ દ્વારા મુખ્‍યમંત્રીશ્રી વિજયભાઇની મુલાકાત લઇ ન્‍યાયીક તપાસ થાય, સત્‍ય બહાર આવે અને ગુનેગારને સજા થાય તથા પીડીત બહેનોને ન્‍યાય મળે તેવી રજુઆત કરવાનો તખ્‍તો ગોઠવાય રહ્યો છે. ઉપરાંત યોગ્‍ય તપાસની અપીલ અંગે પગલા લેવાય રહ્યા છ.ે

સાથો-સાથ આ બન્ને સાધુઓને બચાવવા પડેલા જૈન આચાર્ય વિરૂદ્ધના પુરાવાઓ મીડીયા અને કોર્ટને તપાસ માટે સોંપાશે. સાથે જ પીડીત બહેનોને મેસ્‍જીસ્‍ટ્રેટ સમક્ષ પોતાની વાત રજુ કરવા પુરંતુ રક્ષણ અપાશે.

(4:30 pm IST)