Gujarati News

Gujarati News

News of Saturday, 18th July 2020

મેડીકલ-પેરા મેડીકલના છાત્રોને કોવિડ સહાયક બનાવાશે

કોવીડના કેસ વધતા માનવ સંશાધનની અછતને પહોંચી વળવા આરોગ્ય-પરિવાર કલ્યાણ વિભાગનો નિર્ણય

ગાંધીનગર, તા. ૧૮ :  ગુજરાત રાજયના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે મેડીકલ ડેન્ટલ આયુર્વેદિક હોમીયોપેથી, નર્સીંગ ફીઝીયોથેરાપી સહિતના તમામ મેડીકલ અને પેરામેડીકલ કાર્યના તમામ વિદ્યાર્થીઓને કોરોનાની કામગીરીમાં જોડવાનો ઠરાવ કર્યો છે.

ગુજરાત સરકારે રાજયની તમામ સરકારી-ખાનગી મેડીકલ પેરામેડીકલ કોલેજોના તમામ વર્ષના વિદ્યાર્થીઓની કોવિડ સહાયક તરીકે મદદ કરવાનો નિર્ણય કર્યા છે.

રાજય સરકાર દ્વારા કોરોના રોગની અટકાયત અને નિયંત્રણની કામગીરી કાયદાકીય રીતે હાથ ધરી શકાય તે હેતુસર એપેડમીક ડીસીઝ એકટ-૧૮૯૭ અન્વયે અ વિભાગના ગુજરાત એપેડેમીક રેગ્યુલેશન-ર૦ર૦ લાગુ કરવામાં આવેલ છે.

હાલમાં રાજયમાં કોવીડ -૧૯ પરિસ્થિતિને ધ્યાનમાં લેતા આગામી સમયમાં માનવ સંસાધનની અછત ઉભી થઇ શકે છે. આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે રાજયની સરકારી મેડીકલ/ પેરા-મેડીકલ કોલેજો, જીએમઇઆરએસ હસ્તકની મેડીકલ કોલેજો, સેલ્ફ ફાયનાન્સ મેડીકલ કોલેજો અને ગ્રાન્ટ ઇન એઇડ સંસ્થાઓમાં ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ વર્ષ એમ. બી.બી.એસ., બી.ડી.એસ., બી.એ.એમ.એસ. ઊ બી.એચ.એમ.એસ. ફીઝીઓથેરાપીસ્ટ, બી.એસ.સી. નર્સિંગ, જી.એન. એમ. તથા અંતિમ (ફાઇનલ) વર્ષમાં વિવિધ શાખાઓમાં અભ્યાસ કરી રહેલ વિદ્યાર્થીઓને વિવિધ વિષયો પર તાલીમ આપી તેમને આ કામ સોંપી શકાય છે. વિવિધ શાખાઓમાં ઉપર દર્શાવ્યા મુજબ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને તાલીમ આપી જવાબદાર અધિકારીના માર્ગદર્શન હેઠળ યોગ્ય કામગીરીમાં સહાયક તરીકે કામ સોંપવાની બાબત સરકારશ્રીની વિચારણા હેઠળ હતી.

(3:31 pm IST)