Gujarati News

Gujarati News

News of Saturday, 18th July 2020

કેન્દ્રીય આરોગ્ય ટીમ અમદાવાદમાં: કોરોના, મૃત્યુ આંક, સુવિધા વગેરે સમીક્ષા

અમદાવાદ, તા.૧૮: કેન્દ્રીય આરોગ્યની ટીમ અમદાવાદ પહોંચી છે. રિવરફ્રન્ટ હાઉસ ખાતે કેન્દ્રીય ટીમની બેઠક યોજાશે. અધિક મુખ્ય સચિવ રાજીવ ગુપ્તા, કમિશનર મુકેશ કુમાર સાથે બેઠક યોજાશે. પંકજ કુમાર, આરોગ્ય સચિવ જયંતી રવિ પણ બેઠકમાં પહોંચ્યા છે.

અમદાવાદમાં મોતના આંકડા મામલે થઈ શકે છે મહત્વની ચર્ચા, શહેરની સ્થિતી મામલે મ્યુનિસપલ કમિશનર રજુ કરશે રિપોર્ટ, માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનની સ્થિતિ અંગે વિશેષ ચર્ચા, સંજીવની રથ અને ધનવંતરી રથ અંગે તમામ માહિતી એકત્ર કરશે દિલ્હીથી આવેલી ટીમો દિલ્હીથી નિષ્ણાતોની ટીમેં ધનવંતરી રથ અંગે બારીકાઈથી અભ્યાસ કર્યો ધન્વંતરિ રથમાં બીમાર દર્દીઓને કઈ દવા આપવામાં આવી તે અંગે અભ્યાસ દવા આપ્યા બાદ કેટલા દર્દીઓની બીમારી દૂર થઈ તેનો રેશિયો પણ જાણ્યો છે.

હોમ આઇસોલેટ દર્દીઓને શુ સારવાર ગુજરાત સરકાર અને ખ્પ્ઘ્ આપી રહી છે તે અંગે પણ સ્થિતિની સમીક્ષા કરી રણદીપ ગુલેરિયાની ગત મુલાકાત દરમિયાન મધ્યઝોનમાં પ્રવર્તેલી ખરાબ સ્થિતી બાદ હાલનો તાગ મેળવવામાં આવ્યો મૃતક આંક અને ડિસ્ચાર્જની પોલિસી અંગે ચર્ચા ચાલી રહી છે.

ગઇકાલે એઇમ્સના ફેકલ્ટી અને નીતિ આયોગના સભ્ય ડો.વિનોદ પૌલએ કોરોના  સામેની ગુજરાત સરકારની લડતને સમગ્ર દેશ માટે અનુકરણીય ગણાવી હતી.

(1:11 pm IST)