Gujarati News

Gujarati News

News of Saturday, 18th July 2020

૨૦ જૂલાઇથી ગુજરાત હાઇકોર્ટની ૧૫ બેંચ કાર્યરત થશે

૧૭ કર્મચારીઓના કોરોના પોઝિટિવ બાદ હાઇકોર્ટમાં સંપૂર્ણ લોકડાઉન કરવામાં આવ્યું હતું : બે ડીવીઝન બેંચ અને ૧૩ સીંગલ જજની બેંચને કાર્યભાર સોંપતુ રોસ્ટર જારી કરાયુ : વિવિધ પ્રકારના કેસોની સુનાવણી થશે

અમદાવાદ તા. ૧૮ : લોકડાઉન દરમિયાન હાઇકોર્ટમાં ફરજ બજાવતા ૧૭ કર્મચારીઓ કોરોના પોઝિટિવ આવતા બે વખત હાઇકોર્ટમાં સંપૂર્ણ લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું. આ લોકડાઉનના અંતે હવે ૨૦મી જુલાઇથી હાઇકોર્ટની કામગીરી વિડીયો કોન્ફરન્સથી પૂર્વવત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ૨૦મીથી અમલમાં આવનારા રોસ્ટર પ્રમાણે બે ડીવીઝન બેંચ અને ૧૩ સિંગલ જજોની બેન્ચો વિવિધ કેસોની સુનાવણી હાથ ધરશે.

બે ડિવીઝન બેન્ચ અને ૧૩ સિંગલ જજને વિવિધ કેસોનો કાર્યભાર આપતું રોસ્ટર આજે જારી કરવામાં આવ્યું છે અને માત્ર અતિ અરજન્ટ હોય તેવા કેસોની જ સુનાવણી હાથ ધરવાનો નિર્દેશ કરતા પરિપત્રને પરત ખેંચવામાં આવ્યો છે. ચીફ જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ જે.બી.પારડીવાલાની ડિવીઝન બેન્ચ સહિત બે ડિવીઝન બેન્ચ, સિવિલ કેસો ર

(1:10 pm IST)