Gujarati News

Gujarati News

News of Saturday, 18th July 2020

સુપર સ્પ્રેડરના પગલે કોર્પોરેશન અને સેન્ટ્રલ વર્કશોપના કર્મચારીઓના કોવિદ ટેસ્ટ : ૫ હજારને આવરી લેશે

અમદાવાદમાં સુપરસ્પ્રેડર બાદ AMTS અને સેન્ટ્રલ વર્કશોપના કર્મચારીઓના કોવિડ ટેસ્ટ કરાયા. જમાલપુર સ્થિત ટ્રેઇનિંગ સેન્ટર ખાતે કોરોનાના ટેસ્ટ શરૂ કરવામાં આવ્યા છે. આગામી એક સપ્તાહ દરમિયાન પાંચ હજાર જેટલા કર્મચારીઓના એન્ટીજન ટેસ્ટ કરવામાં આવશે. AMTS-BRTS ના ડ્રાઇવર અને વર્કશોપમાં કાર્યરત કર્મચારીઓના ટેસ્ટ શરૂ થઈ ગયા. કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવશે તેવા કર્મચારીઓને હોસ્પિટલમાં અથવા કોવિડ કેર સેન્ટરમાં ખસેડવામાં આવશે.

(1:06 pm IST)