Gujarati News

Gujarati News

News of Saturday, 18th July 2020

ભાજપના પ્રવકતા ભરત પંડયા કહે છે

શિક્ષકો માટેના નિર્ણયથી સરકારની હકારાત્મક તત્પરતાની પ્રતિતિ

અમદાવાદ તા. ૧૮ :.. ભાજપા પ્રદેશ પ્રવકતા શ્રી ભરત પંડયાએ રાજયના પ્રાથમિક  શિક્ષકોના સંદર્ભેમાં રપ જુન ર૦૧૯ ના પરિપત્રનો અમલ સ્થગિત રાખવાના રાજય સરકારના નિર્ણયને આવકારી મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્યમંત્રીશ્રી નિતીનભાઇ પટેલ તેમજ શિક્ષણ મંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને શ્રી વિભાવરીબેન દવેને અભિનંદન પાઠવ્યા હતાં.

શ્રી પંડયાએ જણાવ્યું હતું કે રાજયના સમગ્ર શિક્ષક આલમને સ્પર્શતા ઉચ્ચતર પગાર ધોરણ સંદર્ભે રાજય સરકાર દ્વારા શિક્ષકોના વિશાળ હિતમાં લેવાયેલ આ સંવેદનાસભર નિર્ણય, સરકારની હકારાત્મક નીતિ અને નાગરીકોની સમસ્યાઓના નિરાકરણ માટેની તત્પરતાની પ્રતીતિ કરાવે છે. રાજયની ભાજપા સરકારે હંમેશા મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના વડપણ હેઠળ નાગરીકોની સુખાકારી અને કલ્યાણકારી નીતિને  જ પ્રાધાન્ય આપ્યું છે.

શ્રી પંડયા ઉમેર્યુ હતું કે રાજયની ભાજપ સરકાર દ્વારા તમામ સંવર્ગના કર્મચારીઓ હિત જળવાય તેની ખેવના હંમેશા કરી જ અને કર્મચારીઓના તમામ પ્રશ્નોનું સુખદ અને કર્મચારીઓના હિતમાં નિરાકરણ આવે તે માટે હંમેશા તત્પરતા દાખવી છે.

રાજયના પ્રાથમિક શિક્ષક સંઘો અને સમગ્ર શિક્ષક આલમે રાજય સરકારમાં વ્યકત કરેલ વિશ્વાસ માટે આભાર અને તેઓની સમસ્યા થયેલ સમાધાન માટે અભિનંદન પાઠવ્યા હતાં.

(1:02 pm IST)