Gujarati News

Gujarati News

News of Saturday, 18th July 2020

બસમાં જગ્યા નથી...' કહીને સુરતમાં કોરોનાની મહિલા દર્દીને પાલિકાની ટીમે અધવચ્ચે ઉતારી

ઘરે આવીને ગણતરીના કલાકોમાં જ મહિલાનું મોત નિપજ્યું

સુરત :સુરતમાં કોરોનાના કેસમાં ભડાકો થઈ રહ્યો છે. તેમ છતાં તંત્ર જાગતુ નથી. તાજેતરમાં જ મૃતકોને અગ્નિદાહ આપવાનો કિસ્સો ચર્ચાયો હતો. ત્યારે તંત્રનો વધુ એક વિવાદ સામે આવ્યો છે. 'બસમાં જગ્યા નથી...' કહીને સુરતમાં કોરોનાની મહિલા દર્દીને પાલિકાની ટીમે અધવચ્ચે જ ઉતારી દીધી હતી. ઘરે આવીને ગણતરીના કલાકોમાં જ મહિલાનું મોત નિપજ્યું હતું. ત્યારે સુરતમાં ફરી એકવાર પાલિકાની ટીમ પર સવાલો ઉભા થયા છે.

 

 પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતની સ્મીમેર હોસ્પિટલની વધુ એક બેદરકારી સામે આવી છે. વૃદ્ધાને કોવિડ હોસ્પિટલમાંથી રજા આપી કાપોદ્રા પોલીસ મથક પાસે મૂકીને પાલિકાની ટીમ જતી રહી હતી. 13 જુલાઈના રોજ મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. બસમાં જગ્યા ન હોવાનું કારણ ધરી વૃદ્ધાને ઘરને બદલે ટીમે કાપોદ્રા રસ્તે અધવચ્ચે મૂકી દીધી હતી. પરિવાર વૃદ્ધાને ઘરે લઈ જતા જ ગણતરીના કલાકમાં જ મહિલાનું મોત નિપજ્યું હતું. મોત બાદ હોબાળો મચાવતા ફરી મનપાની ટીમ દોડતી થઈ હતી. મહિલાનો મૃતદેહ સ્મીમેર પોસ્ટમોટર્મ રૂમ ખાતે મોકલી આપયો હતો.

(1:02 pm IST)