Gujarati News

Gujarati News

News of Saturday, 18th July 2020

અમદાવાદ GIDCમાં ગેસ ગળતરથી બે શ્રમિકોનાં મોત : 2 કંપની માલિક સહિત ત્રણ સામે ફરિયાદ

વટવા GIDCમાં ભૂગર્ભ ટાંકી (વેસલ)ની સફાઇ માટે ઉતરેલાં બે શ્રમિકોનાં મોત નીપજ્યાં

અમદાવાદના વટવા GIDCમાં ભૂગર્ભ ટાંકી (વેસલ)ની સફાઇ માટે ઉતરેલાં બે શ્રમિકોનાં મોત નીપજ્યાં છે. વેસલમાં પડેલી પ્લાસ્ટિક થેલી બહાર કાઢવા ઉતર્યા હતા. આ મામલે કંપનીનાં બે માલિક સહિત ત્રણ સામે ગુનો નોંધાયો છે.

વટવા GIDCમાં ગેસ ગળતરની ઘટના નવી વાત નથી પરંતુ વારંવાર આવી ઘટના બને છે. છતાં તંત્રની આંખો ઉઘડતી નથી તેના કારણે નિર્દોષ લોકોના ભોગ લેવાય છે. શહેરના વટવા GIDCની આ ઘટનામાં 2 મજૂરના મોતથી ફરી તમામ સરકારી કચેરીઓની પોલંપોલ ખુલી ગઇ છે.

(12:56 pm IST)