Gujarati News

Gujarati News

News of Saturday, 18th July 2020

એસીબીના ‘નિશાને' હવે સબ રજીસ્‍ટ્રાર ઓફીસો

‘ડેકોય ટ્રેપ'નો અમદાવાદથી પ્રારંભઃ રાજેશ પટેલની ધરપકડથી સરકારી ‘ખાતા'ઓમાં સન્નાટો : દસ્‍તાવેજોની નોંધણી અને નકલો માટે પણ લોકો પાસેથી ખુલ્લેઆમ નાણા ખંખેરાતા હોવાની ફરીયાદો એસીબી હેડ કવાર્ટર સુધી પહોંચીઃ ચોંકી ઉઠેલા લાંચ રૂશ્વત વિરોધી બ્‍યુરોના વડા કેશવકુમાર દ્વારા રાજયભરના યુનીટોને આવી ‘ડેકોય ટ્રેપ' ગોઠવવા તાકીદનાં આદેશો

રાજકોટ, તા., ૧૮: લાંચ રૂશ્વત વિરોધી બ્‍યુરો દ્વારા સને ૨૦૧૮ ભ્રષ્ટાચાર નિવારણ અધિનીયમના સુધારા અંતર્ગત અપ્રમાણસર મિલ્‍કતો બાબતે અને બેનામી સંપત્તિ ઙ્કધી પ્રોહિબીશન ઓફ બેનામી પ્રોપર્ટી ટ્રાન્‍સઝેકશન એકટ - ૧૯૮૮ (સુધારા- તા.૩૧.૧૦.૨૦૧૮) ની જોગવાઈઓને નજર સમક્ષ રાખી સરકારી અધિકારીઓ/કર્મચારીઓ દ્વારા અન્‍ય વ્‍યક્‍તિઓ અને સગા સબંધી/મિત્રોના નામે સ્‍થાવર/ જંગમ મિલ્‍કતોમાં રોકાણ બાબતે વધુમાં વધુ કેસો શોધી કાઢવાની કવાયત એસીબી વડા કેશવકુમારના માર્ગદર્શનમાં હાથ ધરવામાં આવેલ છે.

લાંચ-રુશ્વત વિરોધી બ્‍યુરો, ગુજરાત રાજય, અમદાવાદના અધિકારીને સબરજીસ્‍ટ્રાર કચેરીનાં અધિકારીઓ/કર્મચારીઓ મિલકતનાં દસ્‍તાવેજને લગતી કામગીરી કરવાના કામે તેમજ દસ્‍તાવેજોની નકલો આપવાનાં કામે અરજદારો પાસેથી કોઇને કોઇ બહાના હેઠળ સરકારી ધારાધોરણ મુજબ કાયદેસરની વસુલ લેવાની થતી ફી ઉપરાંત ગેરકાયદેસર અવેજ તરીકે વધારાના નાણાં પોતાના અંગત આર્થિક લાભ માટે ઉદ્યરાવતા હોવાની ફરીયાદો એસીબી હેડ કવાર્ટર સુધી પહોંચતા ઉચ્‍ચ અધિકારીઓ ચોંકી ઉઠયા હતા.

ઉકત ફરીયાદ સંદર્ભે કે.આર.સક્‍સેના (પોલીસ ઇન્‍સપેક્‍ટર, અમદાવાદ શહેર એ.સી.બી.પોલીસ સ્‍ટેશન) અમદાવાદ  સબ રજીસ્‍ટ્રાર કચેરી, ઘી-કાંટા, અમદાવાદ ખાતે ગોઠવેલ લાંચના ડિકોય છટકા દરમ્‍યાન રાજેશ ધુળાભાઇ પટેલ, ઉવ.૫૬, જુનિયર ટેકનીકલ આસીસ્‍ટન્‍ટ, સરકારી ફોટો રજીસ્‍ટ્રી, ગાંધીનગર, હાલ-નોકરી સબ રજીસ્‍ટ્રાર કચેરી, ધીકાંટા અમદાવાદ, રહે. ડો/પ૦૩, પરીષ્‍કાર એવન્‍યુ, ખોખરા, અમદાવાદના ડિકોયર પાસેથી ર.૧,૧૪૦/- ની લાંચ લેતા પક્‍ડાઇ ગયેલ.

 આરોપીની ઓફિસની ઝડતી તપાસ દરમ્‍યાન આરોપીના ઓફિસ ટેબલ ઉપર મુકેલ સરકારી નાણા મુકવાની કેશ બોક્ષમાંથી વધારાના બિનહિસાબી રોકડ નાણા રૂ.૧૦,૪૪૫/- મળી આવતાં આ વધારાના રોકડ નાણા બાબતે આરોપી રાજેશ કુમાર પટેલ કોઇ સંતોષકારક જવાબ ન આપી શકતા અને રોકડ રકમ બાબતે પોતાના અંગત કેસ રજીસ્‍ટ્રરમાં કોઇ પણ પ્રકારની નોંધ કરેલ ન હોય આરોપીની કેસ બોકસમાંથી કાયદેસરની વસુલ લેવા પાત્ર વધુ રકમ જણાઇ આવી હતી.

(12:30 pm IST)