Gujarati News

Gujarati News

News of Saturday, 18th July 2020

રાજયમાં સરેરાશ ૩૫ ટકા વરસાદ પડી ગયો

 રાજકોટ : ગુજરાતમાં સાર્વત્રિક દ્રષ્ટિએ જોઈએ તો અત્‍યાર સુધીમાં સરેરાશ ૩૫ ટકા વરસાદ નોંધાયો છે.  સૌરાષ્ટ્ર વિભાગમાં આ સિઝનનો સૌથી વધુ જામનગર-દ્વારકા જિલ્લામાં, અત્‍યાર સુધીમાં અતિ ભારે વરસાદ રહ્યો છે. અહીં છેલ્લા કેટલાક વર્ષોમાં સતત વરસાદની ખેંચ જોવા મળતી રહી છે.

 જયારે સૌરાષ્ટ્રના અન્‍ય ભાગોમાં માધ્‍યમથી સામાન્‍ય વરસાદ રહ્યો છે. આગામી બે દિવસ સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની આગાહી હવામાન તંત્રે આપી છે. આજે સવારથી સૌરાષ્ટ્રમાં ધૂપ છાંવ જોવા મળે છે. દક્ષિણ ગુજરાત માં વલસાડમાં ભારે વરસાદ અને અન્‍ય ભાગોમાં સામાન્‍ય થી હળવા વરસાદની આગાહી  છે.

  માછીમારોને બે દિવસ દરિયો ન ખેડવા સૂચના.  અમદાવાદમાં વરસાદી ઝાપટા રહેશે. દક્ષિણ રાજસ્‍થાનમાં અપર એર સાયક્‍લોનિલ સરક્‍યુલેશનને કારણે રાજયમાં વરસાદ ની આગાહી છે.

(11:56 am IST)