Gujarati News

Gujarati News

News of Saturday, 18th July 2020

સુરત : કોવિડના વધતા કેસ અને મૃતદેહના આંકડામાં તફાવત આવતા સ્‍મશાનગૃહો ઉપર મીડિયા ઉપર પ્રતિબંધ

સુરત, તા. ૧૮ : સુરતમાં છેલ્લા કેટલાક સમયથી કોરોનાની ગંભીર સ્‍થિતિ વર્તાઈ રહી છે. એક અઠવાડીયામાં અંદાજે ૩ સ્‍મશાનગૃહોમાં દરરોજ ૧૦૦થી વધુ મૃતદેહ અંતિમ સંસ્‍કાર માટે લાવવામાં આવી રહ્યા છે.

કોવિડ-૧૯ની ગાઈડલાઈન મુજબ દરરોજ ૪૦ થી ૪૫ મૃતદેહોના અંતિમ સંસ્‍કાર કરવામાં આવે છે. પરંતુ સરકારી આંકડામાં માત્ર ૧૫ આંકડા બતાવાઈ રહ્યા છે. આંકડાની ફેરબદલમાં મીડીયા દ્વારા પ્રકાશિત થતાં તંત્રએ સ્‍મશાનગૃહો ઉપર મીડીયાના પ્રવેશ ઉપર રોક લગાવવામાં આવી છે. સુરતના ૩ સ્‍મશાનગૃહ અશ્વિનીકુમાર, રામનાથઘેલા સ્‍મશાનગૃહ સહિતના સ્‍મશાનગૃહ ઉપર માર્શલ તથા અધિકારીઓ ફરજ ઉપર મૂકવામાં આવ્‍યા છે. જે મીડિયા કે અન્‍ય અજાણ્‍યા વ્‍યકિતને પ્રવેશ તેમજ જાણકારી અટકાવવા માટે રાખ્‍યા હોવાનું જાણવા મળે છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે એક એમ્‍બ્‍યુલન્‍સમાં ૧૧ મૃતદેહ લાવવાનો વિડીયો પણ ચર્ચામાં હતો.

(11:53 am IST)