Gujarati News

Gujarati News

News of Saturday, 18th July 2020

સુરતમાં કોરોના અટકાવવા તંત્ર આક્રમક મૂડમાં : એસઆરપી કંપનીઓ ફાળવી : ૫ DYSPઓની ખાસ નિમણૂંક કરી

સુરત : કોરોનાગ્રસ્‍ત શહેરના ક્‍લસ્‍ટર વિસ્‍તારોમાં લોકડાઉનનો કડકાઇથી અમલ કરાવવા તંત્ર મક્કમ બન્‍યું છે. સાથે જ રેડ ઝોન.. ક્‍લસ્‍ટરનો વિસ્‍તાર નાનો પણ કરાશે, જેથી મનપાની ટિમો અસરકારક કામગીરી અને સર્વે કરી શકે.

આ સંદર્ભે ૫ ડીવાયએસપી કક્ષાના અધિકારીઓ અને એસ.આર.પી.ની વધુ બે કંપની પણ ફાળવવામાં આવી છે, જેથી સુરતમાં ફેલાયેલ કોરોનાની ભયાનકતાને કંટ્રોલ કરી શકાય. શહેરના જુના ક્‍લસ્‍ટર વિસ્‍તારો અંગે પણ ફેરવિચારના કરાશે તેમ જાણવા મળે છે

(11:54 am IST)