Gujarati News

Gujarati News

News of Saturday, 18th July 2020

સુજલામ સુફલામમાં પાણી છોડાવવા ચાર તાલુકાના ખેડૂતો થરાદ પહોંચ્યા : યાર્ડમાં સાંસદને કરી રજૂઆત

કેનાલમાં રિપેરીંગન નામે બે વર્ષ પાણી આવેલ ન હતું.જેનાકારણે ખેડૂતોને ખર્ચ વધ્યો

બનાસકાંઠાના તમામ તાલુકામાં સંબંધિત સુજલામ સુફલામ કેનાલમાં પાણી ચાલુ કરવા બાબતે શુક્રવારે થરાદ માર્કેટયાર્ડમાં કાંકરેજ, ડીસા, દિયોદર, લાખણી અને થરાદ તાલુકાના ખેડૂતો સાંસદ પરબતભાઇ પટેલને રજૂઆત કરવા ધસી આવ્યા હતા. જેમાં જણાવ્યું હતું કે, જિલ્લાના તમામ તાલુકામાં તમામ ગામમાં જળ સંરક્ષણ સારૂ પસાર થતી સુજલામ સુફલામ કેનાલથી પાણીના તળ ઉંચા આવે, વીજળીની બચત થાય અને ખેતીની જમીનમાં પૂરતું પાણી મળી રહે તે હેતુથી અગાઉની નરેન્દ્રભાઈ મોદી સરકારે આ કેનાલ બનાવી હતી. જેમાં છેલ્લા ઘણા સમયથી પાણી ચાલુ બંધ કરવામાં આવે છે. જેથી કેનાલ બનાવવાનો ઉદેશ્ય સિધ્ધ થતો નથી તેમ જણાવી કેનાલમાં પાણી છોડાવવા તેઓ જરૂરી દરમિયાનગીરી કરી પાણી સતત ચાલુ રહે તેવું આયોજન કરવા મદદરૂપ બને તેવી વિનંતી કરી હતી.

ખેડુતોએ વધુમાં જણાવ્યું હતું કે કેનાલમાં રિપેરીંગ કરવાના નામે બે વર્ષ પાણી આવેલ ન હતું.જેના કારણે સંબંધિત તાલુકાઓમાં અંદાજીત ૫ થી ૧૦ હજાર નવા ૧૦૦૦ ફુટના બોર (ટયુબવેલ) બનાવવા પડ્યા હતા. જેનો બોર દીઠ ૫ થી છ લાખ ખર્ચ આવેલ છે.તેમજ બીજા ૫૦૦૦ બોર નવા બનવા જઇ રહેલ છે. જેના કારણે ખેતી ખર્ચ વધે છે અને ખેડુતોના દેવામાં વધારો થઇ રહેલ છે

(11:52 am IST)