Gujarati News

Gujarati News

News of Saturday, 18th July 2020

દેડીયાપાડાના ઝરણાવાડી ગામથી વરલી મટકાનો જુગાર રમતા બે જુગારીયાઓને પકડી પાડતી દેડીયાપાડા પોલીસ

 

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લામાં રોજ એક બાદ એક જુગાર ઉપર પોલીસ રેડ કરી જુગારીયા ઓને ઝડપી કાયદેસર કાર્યવાહી કરી રહી છે છતાં બે નંબરીયાઓ જગ્યાઓ બદલી અલગ અલગ જગ્યાઓ પર ફરી વેપલો શરૂ કરતાં હોય ત્યારે સતત બાઝ નજર રાખતી પોલીસ આવા તત્વોને દબોચી કાયદેસર કાર્યવાહી કરી રહી છે.

નર્મદા જિલ્લા પોલીસ વડા અધિક્ષક હિમકર સિંહ ની સુચના તથા ના.પો.અધિ.રાજપીપળા ના માર્ગદર્શન ના માધારે પીએસઆઇ .આર.ડામોર દેડીયાપાડા પો.સ્ટે તથા સ્ટાફના માણસ બાતમી મળી હોય કે સાજન ઉર્ફે લાલો શિવાજીજીભાઈ વસાવા ને તેના મળતીયા માણસો સુરેશ શંકર વસાવા,રહેં-ઝરણાવાડી નો તેના ઘરની બાજુમાં આવેલ ગલી માં માણસો રાખી બોમ્બે વરલી મટકાના આંકડાઓ લખી લખાવી પૈસા વડે હાર જીતનો જુગાર રમી રમાડે છે તેવી માહીતી મળતા ત્યાં રેડ કરતા આકડાં લખનાર જીતેન્દ્ર ઉર્ફે બીલ્લો અમરમીંગ વસાવા તથા ધર્મેન્દ્ર રામજી વસાવાને કુલ રૂ.૧૨,૮૨o તથા મોબાઇલ નં- કિ.રૂ.૧૩,co તથા મોટર સાઇકલ કી.રૂ.૨૦,૦૦૦ મળી કુલ કી.રૂ.૪૬,૪૨૦ સાથે પકડાઇ ગયા હતા તેમજ ત્યાં હાજર નહિ મળનાર અને પોતાના માણસો રાખનાર મુખ્ય વ્યક્તિ સાજન ઉર્ફે લાલો શિવજી વસાવા તથા સુરેશ શંકરભાઇ વસાવા તથા મહેન્દ્ર વસાવા જેના પુરા નામની ખબર નથી તેમને વોન્ટેડ જાહેર કરી તેમના વિરૂધ્ધ જુગાર ધારા મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

 

(1:01 am IST)