Gujarati News

Gujarati News

News of Saturday, 18th July 2020

રાજપીપળા નજીકના માંડણ પાસે હરિયાણાથી અમદાવાદ જતું ખાલી કન્ટેઇનર નાળા ઉતરી પડ્યું

સદનસીબે કન્ટેઇનર ના ચાલાક અને ક્લીનરનો આબાદ બચાવ,કન્ટેઇનરનું નુકસાન

(ભરત શાહ દ્વારા)- રાજપીપળા : નર્મદા જિલ્લામાં બેફામ જતા મોટા વાહનો દ્વારા વારંવાર અકસ્માતો સર્જાય છે જેમાં અગાઉ કેટલાકે જીવ પણ ગુમાવ્યા છે છતાં આડેધડ વાહનો હંકારતા ચાલકો હજુ બેફામ બની દોડતા હોય તેમની ઉપર લગામ જરૂરી બની છે.

  ગતરોજ પણ આવી એક ઘટના રાજપીપળા નજીકના માંડણ પાસે બની જેમાં હરિયાણાથી અમદાવાદ જઈ રહેલું એક ખાલી કન્ટેઇનર કોઈક વાહનને બચાવવા જતા બાજુના નાળામાં ઉતરી પડતા કન્ટેઇનર ને નુકસાન થયું હતું.જોકે અંદર બેઠેલા ચાલાક અને ક્લીનરનો આ ઘટનામાં આબાદ બચાવ થયો હતો.ત્યારે આ ઘટના બાદ સ્થાનિકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.જાણવા મળ્યા મુજબ આ બાબતે કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી

(12:57 am IST)