Gujarati News

Gujarati News

News of Saturday, 18th July 2020

કરનાળીમાં કુબેર ભંડારીના મંદિરમાં ૨૦ મી જુલાઈએ “અમાસ દર્શન” નો ભક્તો લ્હાવો લઈ શકશે

કોરોના મહામારીમાં લોકડાઉન પછી કુબેર ભંડારી મંદિરમાં દર્શનાર્થીઓની વ્યવસ્થા માટે ખાસ “અન્ડર પાસ” બનાવ્યો

 

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : કોરોના મહામારીના પગલે કરનાળી સ્થિત કુબેર ભંડારી મંદિરે ચાર અમાસ સુધી કુબેર ભંડારી દાદાના દર્શન શક્ય બન્યા હોય આગામી અમાસે કુબેર ભંડારી દાદાના દર્શનનો ભક્તો લ્હાવો લઈ શકશે

 

 જાણવા મળ્યા મુજબ કુબેર ભંડારી મંદિર ખાતે આગામી અમાસ તા.૨૦ જુલાઈ ના દિવસે મંદિરમાં સવારે થી સાંજે સુધી દર્શન માટે ખુલ્લું રહેશે.ભક્તોએ કોઇ પણ પ્રકારનો ચઢાવો,ફુલહાર અર્પણ કરવાના નથી સાથે સાથે માસ્ક પહેરી ને સેનેટાઈઝ થઈ મંદિરમાં પ્રવેશ કરવો. સોશિયલ ડિસ્ટનન્સના નિયમોનું પણ કડક પાલન કરી ભક્તો લાઈનમાં ઉભા રહેવું ૧૦ વર્ષથી ઓછી ઉંમરના બાળકો અને ૬૫ વર્ષ થી વધુ વયના વડિલોને પ્રવેશ આપવામાં નહિ આવે તેમ પણ જાણવા મળ્યું છે. ખાસ દિવસના દર્શન માટે બસ સ્ટેન્ડથી મંદિર સુધીનો નવો રસ્તો અન્ડર પાસ બનાવ્યો હોવાનું પણ જાણવા મળ્યું છે

 

(9:27 am IST)