Gujarati News

Gujarati News

News of Saturday, 18th July 2020

૭૧ માં વન મહોત્સવ નિમિતે સામાજિક વનીકરણ રેન્જ તિલકવાડાં દ્વારા વૃક્ષા રોપણની કામગીરી કરાઈ

હાલ સમગ્ર દેશમાં કોરોનાની મહામારી ચાલી રહી છે તેમ છતા તિલકવાડાં સામાજિક વનીકરણ રેન્જ દ્વારા સરાહનિય કામગીરી

 

(ભરત શાહ દ્વારારાજપીપળા : ભારતીય સંસ્કૃતિમાં વૃક્ષો તથા વનોનું ખુબજ મહત્વ રહેલું છે.તિલકવાડાં તાલુકામાં સામાજિક વનીકરણ રેન્જ ના કર્મચારીઓ દ્વારા વન મહોત્સવની ઉજવણી કરવાની સાથે વૃક્ષો પ્રત્યે લોકોને જાગૃત કરવાનું કામ કરવામાં આવી રહ્યું છે.

 

  ગુજરાત માં ઘણાં પ્રકાર ની વૃક્ષો ની પ્રજાતિઓ આવેલી છે હાલ ભારત માં વૃક્ષો ની અછત છે વૃક્ષો વગર જીવન અધૂરું છે મનુષ્ય ના જીવન માં વૃક્ષો નું ઘણું મહત્વ છે વૃક્ષો વરસાદ લાવવા માટે મહત્વનું સ્થાન ધરાવે છે જેને ધ્યાન માં લઇ તિલકવાડાં સામાજિક વનીકરણ રેન્જ ના કર્મચારીઓ દ્વારા સરકારે જાહેર કરેલી ગાઈડ લાઈન મુજબ માસ્ક પહેરી સોસિયલ ડિસ્ટન્સ રાખી સેનેટાઈઝરનો ઉપયોગ કરીને ૭૧ માં વન મહોત્સવ નિમિતે જેતપુર નર્સરી માંથી દેવલીયા ચોકડી,કસુંદર,ફેરકુવા,નાલિય તથા આજુબાજુ ના ઘણા ગામોમાં લીંબુ,આમલી,બદામ,દાડમ તથા અન્ય રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું તથા ઘણી જગ્યાઓ પર રૂબરૂ જઈને વૃક્ષો રોપવામાં આવ્યા હતા.

(12:49 am IST)