Gujarati News

Gujarati News

News of Saturday, 18th July 2020

નર્મદા જિલ્લાની વડી રાજપીપળા સિવિલમાં કોરોના બાબતે ગંભીર બેદકારી સામે આવી :જવાબદાર કોણ..?!!

સિવિલમાં દાખલ દર્દીનો ચાર દિવસ બાદ કોરોના ટેસ્ટ પોઝીટીવ આવવા છતાં આ વોર્ડ હજુ પણ ખુલ્લો,દર્દીઓ દાખલ

 

(ભરત શાહ દ્વારારાજપીપળા : હાલ નર્મદામાં કોરોનામાં કેસ વધી રહ્યા છે છતાં જિલ્લાની વડી રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં ગંભીર બેદરકારી સામે આવી છે ત્યારે લોકોને નિયમનું પાલન કરાવતું આરોગ્ય વિભાગ પોતે કેટલી લાલીયાવાડી ચલાવે છે તેનું જીવંત ઉદાહરણ હાલમાં જોવા મળ્યું હતું જેમાં એક મહિલા દર્દીને તાવ આવતા સિવિલના મેડિકલ વોર્ડ માં દાખલ કરી જોકે નિયમ મુજબ શરદી ખાંસી તાવના દર્દીઓ ને કોવિડમાં મોકલવા ની વાત હોવા છતાં દર્દીને ચારેક દિવસ સીવીલ ના મેડિકલ વોર્ડ માં રખાએ બાદ તબિયત વધુ ખરાબ જણાતા કોરોના ટેસ્ટ કર્યો જેમાં પોઝીટીવ આવ્યા બાદ કોવિડ માં દાખલ કરાઈ પરંતુ મહિલાને કોરોના જેવું ચિહ્નો હોવા છતાં સિવિલ માં દાખલ કર્યા બાદ કોવિડ માં મુકાઈ તો નિયમ મુજબ સિવિલનો મેડિકલ વોર્ડ શીલ મારવો જોઈએ પરંતુ વોર્ડ આજે પણ ખુલ્લો છે અને ત્યાં અન્ય દર્દીઓ સારવાર લઇ રહ્યા હોય જો સદનસીબે કોઈ શિકાર બને તો માટે જવાબદાર કોણ...? કેમ થોડાક દિવસ પર રાજપીપળા ની બે ખાનગી હોસ્પિટલો માં કોરોના ના દર્દી જણાતા બંને હોસ્પિટલો ને સેનેટાઇજ કરી શીલ મરાઈ હતી..? શુ આરોગ્ય ના નિયમ ફક્ત ખાનગી હોસ્પિટલો,દવાખાનાઓ કે વિસ્તારો માજ લાગુ પડે છે..? હાલમાં પણ ખુલ્લો સિવિલ હોસ્પિટલ નો મેડિકલ વોર્ડ કોના ઈશારે શીલ મારી દાખલ દર્દીઓ કે સ્ટાફ માટે જોખમ લેવાયું..? બાબતે જવાબદારો સામે પગલાં લેવાશે..? 

 

  સિવિલ માં તાવ બાબતે દાખલ મહિલા દર્દી પોતે સિવિલ હોસ્પિટલ માં આયા તરીકે ફરજ બજાવે છે તે ગત તારીખ ૧૨//૨૦૨૦ ના રોજ દાખલ થયા હતા ત્યાર બાદ તારીખ-૧૫//૨૦૨૦ના રોજ તેમને કોવિડ- ૧૯ માં દાખલ કરવામાં આવ્યા હતા.જો પોતાના સ્ટાફ બાબતે આટલી બેદરકારી હોય તો અન્ય દર્દીઓ સાથે શુ થતું હશે..? બાબત હાલ સિવિલ માં ચર્ચા માં છે.
 
  બાબતે રાજપીપળા સિવિલ હોસ્પિટલ ના સિવિલ સર્જન જ્યોતિબેન ગુપ્તા ને પૂછતાં તેમણે બચાવ કરતા હોય તેમ જણાવ્યું કે વાત સાચી છે દર્દી મેડિકલ માં દાખલ હતા પરંતુ ત્યાં એક કેબીન જેવો અલગ નાનો રૂમ છે તેમ દાખલ હોય તેને અમે સિલ કર્યો છે.
 
સવાલ થાય કે મેડિકલ વોર્ડ મા જ્યાં અન્ય દર્દીઓ દાખલ છે ત્યાં અંદરજ અલગ રૂમ છે અને તેને પણ સિલ મરાયો નથી ફક્ત કાચના પાટીસન દ્વારા ઉભા કરાયેલા રૂમ નો દરવાજો બંધ કર્યો છે અને રૂમ નું પાટીસન ઉપર થી ખુલ્લું છે સાથે ત્યાં દાખલ અન્ય દર્દીઓ ની અવર જવર પણ ત્યાંથી થાય છે તો બેદરકારી કે લુલો બચાવ કહેવાય..?

 

(12:46 am IST)