Gujarati News

Gujarati News

News of Saturday, 18th July 2020

હું ઘાયલ સિંહણ છું, વિચારી લો હું કેટલા તાંડવ કરી શકું છું : દિવાળીમાં હતા લગ્ન : સુનીતાએ જાહેર કરી અંતિમ ઈચ્છા

મારો મેસેજ રાષ્ટ્રપતિ,પીએમ સુધી પહોંચાડજો :ફેસબુક લાઈવમાં સુનીતાએ વિવિધ વાતો કહી

સુરત : મંત્રી કુમાર કાનાણીના પુત્ર સાથે વિવાદ બાદ ચર્ચામાં આવેલી સુરત શહેર પોલીસની મહિલા લોકરક્ષક સુનિતા યાદવે ફરી એક વખત વિવાદિત નિવેદન આપ્યા છે. હું ઘાયલ સિંહણ છું, વિચારી લો હું કેટલા તાંડવ કરી શકું છું. દિવાળી માં મારા લગ્ન હતાં, પરંતુ બધું બાજુએ મૂકી માથાકૂટમાં પડી છું. કુમાર કાનાણી અને તેમના પુત્ર સાથે થેયલી માથાકૂટમાં પોતાની ભૂલ હોવાનું સુનિતા કહી રહી છે, ત્યાંજ હવે તે જીવવા માંગતી નથી તેવો દાવો પણ તેને કર્યો હતો.

પોલીસ વિભાગ મારી સાથે છે મને એવું હતું, પરંતુ કેટલોક મારી સાથે નથી મને ખબર નથી કેમ આવું થઈ રહ્યું છે, હું સવારથી મારા ઘરના રૂમમાં કેદ છું, જે લોકોએ મારી સાથે આવું કર્યું તે બહાર આઝાદ ફરી રહ્યા છે, મારી ભૂલ એ હતી કે મેં તે દિવસે મારી ડ્યુટી કરવાની ભૂલ કરી હતી. અને તેની સજા જ મને મળી રહી છે, તબિયત થોડી ખરાબ છે, મારા પરિવારજનો મારી જાણ બહાર મને ઊંઘની ગોળીઓ ખવડાવે છે, કારણ કે હું ચાર દિવસથી ઊંઘી નથી, મને ખબર નથી કે કઈ ભૂલની સજા મને આપવામાં આવી રહી છે, હું ઘરની બહાર જઈ શકતી નથી, કારણ કે ગઈકાલે બહાર ગઈ હતી તો મારા વિડીયો વાઇરલ થયા હતાં, હું શાકભાજી લેવા ગઈ હતી ત્યાં વિડીયી બનાવવામાં આવ્યા હતાં, મને એવો મેસેજ આપવામાં આવી રહ્યો છે કે મારા ઉપર બધાની નજર છે, મારા પરિવાર ઉપર પણ દબાણ છે, લાઈવ આવવાનું એકજ કારણ છે કે મને પોલીસ વિભાગ પર ભરોશો હતો, એ મને સિક્યોરિટી આપશે, અથવા જ્યારે પણ મને જરૂર પડશે ત્યારે તે હાજર રહેશે, આજે હું ત્રણ થી ચાર વાર કંટ્રોલ રૂમમાં ફોન કરી ચુકી છું, પણ જે મદદ જોઈએ છે તે મળી નથી, સવારથી મારો ફોન પણ મારી પાસે નથી, મારી એક ફ્રેન્ડના કારણે મને ફોન મળ્યો છે, મારા પરિવારને મારી ચિંતા છે કારણ કે તેઓ મને ગુમાવવા માંગતા નથી,

 હું પીછે હટ નથી કરવાની, આજે સવારે મારે હેડક્વાર્ટર જવાનું હતું મારો જવાબ લખાવવા પણ હું પાછી ન આવું તે ડરથી પરિવારે મને મોકલી નહીં, મને જે સિક્યુરિટી આપવામાં આવી છે તે બરાબર ન હતી, મારી સૌને વિનંતી છે કે મારો આ મેસેજ રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી સુધી પહોંચાડવામાં આવે, મને તમેની મદદની જરૂર છે, હું શહેર પોલીસ કમિશ્નર, ડીજીપી તમામને વિનંતી કરું છું કે મને તેમની જરૂર છે, મને મદદ કરો, હું જીવવા માંગુ છું, હું મરવાથી ડરતી નથી, હું હમણાં જ મરી શકું છું, પણ જીવવા માંગુ છું કારણ મેં મારે બધું બો જીવનમાં કરવું છે, મારે ભારતને વિશ્વમાં લઈ જવું છું, નરેન્દ્ર મોદીએ જેવી રીતે ગુજરાતની અલગ ઓળખ ભારતમાં બનાવી છે, તેમ હું પણ ભારતનો ડંકો વિશ્વમાં વગાડવા માંગુ છું, હું હેલ્થ મિનિસ્ટના દીકરા સાથે માથાકૂટ કરીને ડરી નથી, હું હોમ મિનિસ્ટરના દિકરાને પણ રોકી શકી હોત. હજુ પણ મારામાં પાવર છે, હું ડરી નથી ગઈ, મારા પર ખૂબ પ્રેસર છે, એ લોકો કશું પણ કરી શકે છે, મારી સોસાયટીમાં બહારના લોકો ને પ્રવેશ નથી, પણ એ લોકો સોસાયટીના લોકોની સંપર્ક કરી મારી માહિતી કઢાવી રહ્યા છે. હું ક્યાં જાઉં છું વગેરે વગેરે,

સિંઘમ અને ગંગાજળ મુવી ખરેખર ખૂબ સરસ છે, મને આવું કરવાની પ્રેરણા ગંગાજળ મુવી થી જ મળી છે, હું એ ફિલ્મને કારણે જ એક્શનમાં આવી છું, પ્રિયંકા ચોપડાએ એ ફિલ્મમાં જે રોલ કર્યો હતો તે જ રોલમાં હું અત્યારે છું, એ રીલ લાઈફ હતી અને આ રિયલ લાઈફ છે, એ આઈપીએસ અધિકારી હતાં અને હું એક એલઆર ઓફિસર છું, એમની જેવી ડેરિંગ હતી એવી જ ડેરિંગ મારી અત્યારે છે, હું દરેક મુશ્કેલી થી લડવા તૈયાર છું પણ મને તમારો સપોર્ટ જોઈએ છે,

મને કુમાર કાનાણી સામે કોઈ ફરિયાદ નથી, તેઓ પોતાની જગ્યા પર સાચા છે, મારે કોઈ સાથે કોઈ દુશ્મની નથી, હું માત્ર મારી ડ્યુટી કરી રહી હતી, મારે કોઈની વિરુદ્ધ કઈ પણ નથી કરવું, મારે બીજેપી સાથે કે કોઈ અન્ય સાથે કોઈ દુશ્મની નથી કરવી કારણ કે તેઓ પોતાની જગ્યા પર સાચા છે, આરોગ્ય મંત્રીની સમગ્ર ઘટનામાં કોઈ ભૂલ નથી, કારણ કે એમનો છોકરો એમ કરતો હોય તો એમાં એમની ભૂલ નથી, એમના દિકરાથી પણ મને કોઈ તકલીફ નથી, તકલીફ માત્ર એ જે બોલ્યા છે એનાથી છે, પણ સ્વાભાવિક છે કે તેઓ ગુસ્સામાં હતાં, હું પણ ત્યારે ખૂબ ગુસ્સામાં હતી, પણ એક વાત છે કે મંત્રીના દિકરાના મિત્રોએ જે ભૂલ કરી એની સજા એમને મળવાને બદલે મને મળી રહી છે, એ લોકો આઝાદ છે અને હું બે દિવસથી ઘરમાં કેદ છું, બહાર જવાનું નથી મળી રહ્યું,

મારું લોહી ગરમ છે, હું યદુવંશી છું, માલધારી છું, એવું કહેવાય છે કે અમે માથાભારે છીએ, પણ અમે શુ કરીએ અમારું લોહી જ એવું છે, તે દિવસે પણ કૃષ્ણના કુળની એક દીકરીની ખાખીની લાજ લૂંટાઈ રહી હતી, જેને હું બચાવી નહીં શકી, પણ હું તે દિવસે બનેલી ઘટના અંગે માફી માંગુ છું, અત્યારે મારી સાથે મારો પોલીસ વિભાગ નથી, પહેલા બધા મને સપોર્ટ કરતાં હતાં, પરંતુ કેટલાક લોકોએ મને નિરાશ કર્યા છે, મેં કંટ્રોલ રૂમ પર ફોન કર્યો કે મને સિક્યુરિટી આપો મારે જવાબ નોંધાવવા હેડક્વાર્ટર જવું છે, પણ મને સિક્યુરિટી ન મળી, હું સીપી, ડીજીપી, એનસીસી હેડ, આર્મી ચીફ ને રજુઆત કરું છું કે મને મદદ કરો, મારે દેશ સેવા કરવી છે, મારે આઈપીએસ અધિકારી બનવું છે, મારે બધું બો કરવું છે, હું આત્મહત્યા કરીને મારુ જીવન બરબાદ નથી કરવા માંગતી, મને વારંવાર આત્મહત્યાનો વિચાર આવી રહ્યો છે, ખૂબ પ્રેસર હોવાથી મારો પરિવાર પણ હવે મારાથી દૂર થઈ રહ્યો છે,

બધા પોતાની ગાડી પરથી પોલીસ, એમએમએલે, એસએમસી હટાવશે ત્યારે હું પણ મારી બાઈક પરથી પોલીસ લખેલું હટાવી દઈશ. મારી સાથે અત્યારે ખૂબ ઓછા લોકો છીએ, મને લોકો છોડીને જઈ રહ્યા છીએ, અત્યારે મારી સાથે મારુ તેડીબિયર છે, સુશાંતસિંહની હત્યા કરાઈ હતી,

તે દિવસે મારી સાથે નિર્ભય કાંડ બે થવાનું હતુ, એક ફ્રેન્ડ ઓફ પોલીસના કારણે હું જીવી રહું છું. મારે જીવવું છે, હું નરેન્દ્ર મોદી, અક્ષયકુમાર, પ્રિયંકા ચોપડા, કંગના રનોતને ફોલો કરું છું, ખાસ કંગના મને ખૂબ પસંદ છે, હું જીવનમાં કઈ કરવા માગું છું, મારે કોઈ સાથે કોઈ પ્રોબ્લેમ નથી, હમણાં કુમાર કાનાણીનો ખરાબ સમય ચાલી રહ્યો છે, ત્યારે તેમના સમર્થકો તમને સપોર્ટ કરી રહ્યા છે તે સારી વાત કહેવાય, બધા થી ભૂલ થતી હોય છે, તે દિવસે મારાથી પણ ભૂલ થઈ હશે, કદાચ હું વધારે બોલી ગઈ હતી, એ લોકોને જવા દેવા જોઈતા હતાં, મારે આટલો ગુસ્સો ન હતો કરવો, પણ શું મારો ગુનો એ છે કે હું ખાદી સામે ઝૂકી નહીં, હું બધાને બંધન માંથી મુક્ત કરું છું, અત્યારે હું એકલી છું. મારે હવે શાંતિ થી જીવવું છે, મારી ઈચ્છા પ્રિયંકા અને કંગનાને મળવાની છે, અને સૌથી વધુ ઈચ્છા પીએમ નરેન્દ્ર મોદીને મળવા માટેની છે.

હું કાલે જીવશ કે મરીશ મને ખબર નથી, ખૂબ પ્રેસર છે મારા અને પરિવાર પર, પણ હું મારું કામ કરવા માગું છું, મારી અંગત લાઈફમાં ન પ્રવેશ કરો. મહિલાઓ ને માન સન્માન આપો એ જરૂરી છે. મારી અંતિમ ઈચ્છા એ છે કે જો ન જીવું તો મારા દેહને આર્મીના કપડાં પહેરાવી તિરંગમાં લપેટજો, સાથે હું જીવતી છું ત્યારે તો પીએમ મોદી મને મળવા ન આવ્યા પણ હું મરી જાઉં તો મારા પાર્થિવદેહ પાસે તમે જરૂરથી આવજો.

સુનિતા યાદવ જ્યારે પોતાના ઘરમાંથી ફેસબુક લાઈવ કરી રહી હતી, ત્યારે અચાનક પાવર સપ્લાય બંધ થઈ જાય છે સુનીતાનો આરોપ હતો કે ક્યાંતો તેના એપાર્ટમેન્ટના લોકો અથવા પરિવારના લોકો દ્વારા પાવર સપ્લાય બંધ કરવામાં આવ્યો છે.

(11:46 pm IST)