Gujarati News

Gujarati News

News of Saturday, 18th July 2020

વલસાડ જિલ્લામાં ધન્‍વન્‍તરી આરોગ્‍ય રથ દ્વારા ૪૯૮૫ વ્‍યક્‍તિઓનો સર્વે કરાયો

વલસાડ જિલ્લામાં કોરોના સંક્રમણને અટકાવવા જિલ્લાના વિવિધ વિસ્‍તારોમાં આરોગ્‍યલક્ષી કામગીરી માટે ૩૦ આર.બી.એસ.કે. ટીમ સાથેના વાહનોને ધન્‍વંતરી આરોગ્‍ય રથ તરીકે કાર્યરત કરાયા છે. ધન્‍વંતરી આરોગ્‍ય રથ દ્વારા આરોગ્‍ય સેતુ એપ દ્વારા અલગ તારવાયેલા કન્‍ટેઇનમેન્‍ટ વિસ્‍તારોમાં તાવ, શરદી, ઝાડા, ડાયાબિટીસ, બીપી, ચામડીના રોગો વગેરેનું નિદાન અને સ્‍થળ પર પ્રાથમિક સારવારની સેવાઓ આપવામાં આવી રહી છે.

 વલસાડ જિલ્લામાં ધન્‍વન્‍તરી આરોગ્‍ય રથની ટીમો દ્વારા તા.૧૭/૭/૨૦૨૦ના રોજ વલસાડ જિલ્લાના વિવિધ કન્ટેઇનમેન્ટ વિસ્‍તારોમાં આવેલા ૧૩૮૨ ઘરોના ૪૯૮૫ વ્‍યક્‍તિઓનો સર્વે કરાયો હતો. જેમાં ૧૧૫૨ આરોગ્‍ય સેતુ એપ ડાઉનલોડ કરાવાઇ હતી. જ્‍યારે ૪૪૬ ઉકાળા વિતરણ અને ૨૮૮૭ શમશમનીવટી ટેબ્‍લેટનું વિતરણ કરાયું હતું

 . પ્રાથમિક તબીબી પરીક્ષણ દરમિયાન ૪૭ વ્‍યક્‍તિઓમાં પ્રાથમિક લક્ષણો જણાતાં તેમને જરૂરિયાત મુજબની દવાઓ આપવામાં આવી હતી.

(10:39 pm IST)