Gujarati News

Gujarati News

News of Saturday, 18th July 2020

વલસાડ એલસીબી પોલીસે ચોરોને દબોચી લીધા:એલ.સી.બી પીઆઈ ડી.ટી ગામીતના માર્ગદર્શનથી પી.એસ.આઇ જી.આઇ.રાઠોડ સહિતની ટીમનો સપાટો

બે યુવાનો અને એક સગીર પાસેથી 3 બાઇકો, 3 મોબાઈલ ફોન મળી કુલલે રૂ.85000નો મુદ્દામાલ કબ્જે કર્યો

(કાર્તિક બાવીશી દ્વારા )વલસાડ એલસીબી પોલીસે વાપીના જીઆઇડીસી વિસ્તારના ખુલ્લી પડતર જગ્યામાંથી બે યુવાનો અને એક સગીર પાસેથી 3 બાઇકો, 3 મોબાઈલ ફોન મળી કુલલે રૂ.85000નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.પોલીસે પોકેટ કોપ મોબાઈલ એપ્લિકેશન આધારે તપાસ કરતા ડુંગરા અને વાપી પોલીસ મથકના મોપેડ ચોરીનાગુના શોધી કાઢવામાં પણ સફળતા મેળવી છે.

 પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ એલસીબીના હે.કો.અલ્લારખું અમીરભાઈને મળેલી બાતમીના આધારે  પી.એસ.આઇ જી.આઇ.રાઠોડ સહિતની ટીમે જીઆઇડીસી ફસ્ટ ફેઈઝ વાઈબ્રન્ટ માર્કેટની બાજુમાં ખુલ્લી પડતર જગ્યામાંથી પપ્પુ ગોવિદ રાજપૂત રહે.ઇમરાન નગર,વાપી, વિનય પકજ બરૂડિયા રહે.ઇમરાન નગર,કંચન નગર.વાપી અને કાયદાના સંઘર્ષમાં આવેલા બાળ કિશોર પાસેથી હોન્ડા ડિયો મોપેડ નંબર જી.જે.15.બીસી.1541, સુઝુકિ ઍક્સેસ  મોપેડ નંબર જી.જે.15.બોએલ 8600,હોન્ડા ડિયો મોપેડ નંબર જી.જે.15.ડીએ.6986 કબ્જે કરી હતી.ઉપરાંત 3 મોબાઈલ ફોન મળી કુલલે રૂ.85000નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.અને પકડાયેલા લોકો  જીઆઇડીસી પોલીસને સોંપ્યા હતા.

  પકડાયેલા આરોપીની  તપાસ કરતા આજથી આઠથી નવ મહિના અગાવ વાપી કોલીવાડ સાંઈબાબા મદીર પાસેથી રાતના સમયે ઝાડ પાસે પાર્ક કરેલ ડિયો મોપેડ ચોરી કરી ગેરેજમાં લઈ આવી ખોટી નંબર પ્લેટ લગાવી ગેરેજના કામમાં ફેરવતા હતા,જે મોપેડની તપાસ કરતા તેની ડુંગરા પોલીસમાં ચોરીની ફટીયાદ થઈ હતી.તેમજ અન્ય મોપેડ પાંચ માસ અગાવ કોલીવાડ,ચંદન પુષ્પ હોલના ગટરના ચેમ્બરના થાભલા સાથે ટેકવેલી હતી,જે ચોરી ખોટી નંબર પ્લેટ લગાવી ફેરવતા હોવા ઉપરાંત આ મોપેડ ચોરી ની જીઆઇડીસી પોલીસ મથકમાં ગુન્હો પણ દાખલ થયો હતો.

(10:36 pm IST)