Gujarati News

Gujarati News

News of Saturday, 18th July 2020

અમારી ભૂલ કમળનું ફૂલ લખેલા પોસ્ટર રીક્ષાચાલકોએ લગાવ્યા

સરકાર સામે નવું આંદોલન શરૂ કરાયું ? : લોકડાઉનમાં બેકાર થયેલા રીક્ષાચાલકોએ સરકાર પાસે રોકડ માગ કરીે, કોંગ્રેસ ઝંપલાવતા રાજકારણ ગરમાયું

અમદાવાદ, તા.૧૭ : અમારી ભૂલ કમળનું ફૂલ નામના પોસ્ટર રીક્ષા પાછળ લગાવી અમદાવાદ શહેરના રીક્ષા ચાલકોએ રાજ્યની ભાજપ સરકાર સામે રસ્તાપર આંદોલન ની શરૂવાત કરી છે. અમદાવાદ શહેરના રીક્ષા ચાલકોની હાલત  એ વૈશ્વિક મહામારી કોરોનાને પગલે આપવામાં આવેલા લોકડાઉનમાં અમદાવાદ શહેરના રીક્ષાચાલકોની હાલત એ કફોડી થઈ છે.ત્યારે રાજ્યની ભાજપ સરકર સમક્ષ પોતાની જુદી જુદી ૫ માંગણીઓ સાથે રજુવાત કરવા છતાં હજુ કોઈ નિરાકરણ ન આવતા રીક્ષા યુનિયનો દ્વારા આ વિરોધ કરવામાં આવી રહ્યો છે. લોકડાઉનની કપરી પરિસ્થિતિ માંથી બહાર રોજગારી રળવા નીકળેલ ઑટો રીક્ષાચાલકોને હાલ ટ્રાફિક પોલીસ અને પોલીસ મેમો બાબતે હેરાન પરેશાન કરવાનું બંધ કરવામાં આવે.  લોકડાઉનના સમયગાળા દરમિયાનના દરેક ઓટો રીક્ષાચાલકોને રૂા.૫,૦૦૦/- લેખે ત્રણ માસના રીક્ષાચાલક દીઠ રૂા.૧૫,૦૦૦/- ની રોકડ સહાય આપવામાં આવે.

               સરકારની પ્રેસ મીડિયા અને અન્ય જાહેરાતોમાં કહેવા પ્રમાણે,  એક લાખની લોન માટે એક સાદી અરજી, સરકાર પોતે બાહેંધરી લઈ, પોતે ૬% અને લોન લેનાર ૨% જ ભરે તેમાં સરકાર પોતે જમીન બને અને સામાન્ય પુરાવાના આધારે લોન આપવામાં આવે. લોકડાઉનમા રીક્ષાચાલક ની હાલત કફોડી બની જવાથી, સરકાર લાઈટ બિલ, ટેક્ષ બિલ, ઘરનું ભાડુ રીક્ષાનું ભાડુ, શિક્ષણ ખર્ચ રિક્ષાની ખાનગી કે પેટી લોનમાં પરેશાનીઓ આવી છે, તેમાં રાહત મળે તે માટે દરમિયાનગીરી કરે. ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ઑટો રીક્ષાચાલકોના સારા ભવિષ્યની સલામતી માટે ગુજરાત રાજ્ય આંટોરિક્ષા વેલ્ફર બોર્ડ બનાવવામાં આવે. ગુજરાત સરકાર ઑટો રીક્ષાચાલકોની તમામ માંગણી બાબતે તાત્કાલિક નિરાકરણ નહી લાવે તો ભવિષ્યમાં રાજ્ય અને શહેરના લાખો ઑટો રીક્ષાચાલકો, તેના પરિવારજનો, સાથે મિત્રો અને ઓટો રીક્ષા વ્યવસાય સાથે જોડાયેલા લાખો લોકો ગુજરાત સરકારનો બહિષ્કાર કરશે. અમદાવાદ શહેરમાં જુદા જુદા યુનિયન સાથે ૨ લાખ થી વધુ રીક્ષાચાલકો જોડાયા છે ત્યારે જો રિક્ષા ચાલકોના પ્રશ્નનું નિરાકરણ નથી.

(10:10 pm IST)