Gujarati News

Gujarati News

News of Saturday, 18th July 2020

સુરત સિવિલ હોસ્પિટલની ખામી સુધારવાની કરી તાકીદ

સુરતની મુલાકાત આવેલી કેન્દ્રીય ટીમે તાકિદ કરી : કેન્દ્રીય ટીમે સુરત સિવિલમાં બેઠક યોજી, તબીબો અને મેડીકલ સ્ટાફને સેવાની ખામીઓ નિવારવા સૂચન કર્યું

ગાંધીનગર ,તા.૧૭ : અમદાવાદ બાદ સુરતમાં સતત વકરતી જતી કોરોનાની સ્થિતિમાં આજે કેન્દ્રીય ટીમે સુરત સિવિલ હોસ્પિટલમાં બેઠક યોજી અને તબીબો અને મેડીકલ સ્ટાફને સેવાની ખામીઓ નિવારવા સૂચન કર્યું હતું.જ્યારે કોરોનાની સારવાર કરી રહેલા ડૉક્ટર અને નર્સમાં સંક્રમણ વધી રહ્યું હોવાની રજુઆત કેન્દ્રીય ટીમ સમક્ષ કરવામાં આવી હતી.અમદાવાદ બાદ સુરતમાં સતત કોરોનાના વધતા જતા કેસોને લીધે કેન્દ્ર સરકારની ટીમ અમદાવાદ અને સુરતની મુલાકાતે ગુરુવારે મોડી સાંજે આવી હતી.ગઇકાલે સ્થાનીક અધિકારીઓ સાથે ચર્ચા કર્યા બાદ આજે સુરત સિવિલ હોસ્પિટલ અને અસર ગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી હતી.

ચાર સભ્યોની કેન્દ્રીય ટીમમાં નીતિઆયોગના સભ્ય વિનોદ પટેલ આઇસીએમઆરના ડાયરેક્ટર જનરલ બલરામ ભાર્ગવ એઇમ્સના ડિરેક્ટર રણદીપ ગુલેરીયા અને એડિશનલ સેક્રેટરી હેલ્થ એન્ડ ફેમેલી ના આર.પી.આહુજા નો સમાવેશ થાય છે.સુરતની કોવિડ ટીમ વચ્ચે થયેલી બેઠકમાં કોરોનાની સારવાર કરી રહેલા લોકોની મુશ્કેલી અંગે ચર્ચા કરવામાં આવી હતી.આ ઉપરાંત નવી સિવિલ હોસ્પિટલમાં જે ખામીઓ છે તેને નિવારવા માટે સુચના અપાઇ હતી.કોરોનાની સારવાર કરી રહેલા ડોક્ટરો અને નર્સોમાં સંક્રમણ વધી રહ્યું હોવાની રજુઆત કરી હતી.એઇમ્સના ડિરેક્ટર રણદીપ ગુલેરીયાએ જણાવ્યું હતું કે સુરતમાં હોસ્પિટલ બની જતાં સુવિધા વધશે.ઇન્જેક્શન જેને જરુર છે તેને જ આપી રહ્યાં છે. ઇન્જેક્શનથી નુકસાન થઇ શકે છે.સુરતની સ્થિતિમાં ઝડપથી સુધારો થશે તેવો આશાવાદ તેમણે વ્યક્ત કર્યો હતો.

(10:15 pm IST)