Gujarati News

Gujarati News

News of Saturday, 18th July 2020

માસ્ક નહીં પહેરનારને અસહ્ય દંડ મામલે એનસીપી મેદાને : આવેદનપત્ર આપ્યું : રાજ્યવ્યાપી પ્રતીક ઉપવાસની ચીમકી

એનસીપી દ્વારા જિલ્લા અને તાલુકા સ્તરે આવેદનો આપ્યા: 26 જુલાઇ સુધીમાં યોગ્ય પગલા નહી લેવામાં આવે તો રાજ્ય વ્યાપી પ્રતિક ઉપવાસ કરશે

અમદાવાદ : રાજયમાં કોરોના વાયરસના વધી રહેલા કેસને લઈ સરકારે તમામ લોકોને સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક ફરજિયાત પહેરવા માટેની સૂચના આપવામાં આવી છે. માસ્ક વિના જાહેરમાં ફરતા પકડાયા તો તેમની પાસેથી 200 થી વધારીને 500 રુપિયાનો દંડ કરવામાં આવ્યો છે. ત્યારે એનસીપી મહિલા કોંગ્રેસ પ્રમુખ રેશ્મા પટેલ અને કાર્યકર્તાઓ દંડના વિરોધમાં અમદાવાદ કલેક્ટરને આવેદન આપ્યું હતું.

અમદાવાદમાં છેલ્લા કેટલા સમયથી માસ્કવિના જાહેરમાં નિકળનારા લોકો પાસેથી પોલીસ દ્વારા 200 રુપિયાનો દંડ વસુલવામાં આવી રહ્યો છે. પરતું શહેરમાં ઘણી ઘટનાઓ એવી પણ બની છે કે, પોલીસ દ્વારા માસ્કવિના નિકળેલા લોકોને સીધા માર મારવામાં આવી રહ્યું છે. તાજેતરમાં જ અમદાવાદ શહેરના જમાલપુર અને ખાડિયામાં પોલીસ યુવાનોને જાહેરમાં ઢોર માર મારતા ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેથી સ્થાનિક કોર્પોરેટર અને ધારાસભ્યોએ આ અંગે ફરિયાદ દાખલ કરવા માટેની રજૂઆત પણ કરી હતી

એનસીપી મહિલા પ્રમુખ રેશમા પટેલ અને તેમના કાર્યકર્તાઓ દ્વારા એએમસી દ્વારા વસૂલવામાં આવી રહેલા દંડને લઈ એક રેલીનું આયોજન કર્યું હતું અને કલેક્ટરને આવેદન પત્ર આપ્યું હતું. આ રેલીમાં મોટી સંખ્યામાં લોકો ઉંમટી પડ્યા હતા અને માસ્કનાં અસહ્ય દંડ સામે સુત્રોચ્ચાર કર્યા હતા.

એનસીપી મહિલા પ્રમુખ રેશમાં પટેલે જણાવ્યું છે કે, રાજયમાં કોરોના વાયરસની મહામારીને લઈ સરકારે લોકડાઉન કરી દીધું હતું, જેમાં તમામ ગરીબ લોકોના ધંધા રોજગાર ઠપ્પ થઈ ગયા હતા. પહેલાથી જ આર્થિક અસ્થિરતાનો સામનો કરી રહેલા નાગરિકો પાસેથી 500 રૂપિયા અસહ્ય દંડ વસુલવો કઇ રીતે યોગ્ય છે. એનસીપી દ્વારા જિલ્લા અને તાલુકા સ્તરે આવેદનો આપ્યા હતા. જો 26 જુલાઇ સુધીમાં યોગ્ય પગલા નહી લેવામાં આવે તો NCP રાજ્ય વ્યાપી પ્રતિક ઉપવાસ કરશે.

(10:06 pm IST)