Gujarati News

Gujarati News

News of Thursday, 18th July 2019

ભિલોડા ડિવિઝને મેઘરજ નજીકથી વીજ ચોરી કરતા શખ્સોને ઝડપી 2.85 લાખની ચોરી પકડી

હિંમતનગર:ભિલોડા ડીવીઝન મેઘરજ તાલુકાની ઘટક-૧ અને ૨ની વિજ ઓફિસના નેજા હેઠળ આવતાં ગામડાઓમાં વિજ ચોરી કરતાં શખ્સોને ઝડપી રૂપીયા પોણા બે લાખની વિજ ચોરી ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાના બનાવે તાલુકામાં ચકચાર જગાવી છે.

હિંમતનગર યુ.જી.વીસીએલ અને ભિલોડા ડીવીઝનના અધિકારીઓને અગાઉ મળેલી બાતમી અનુસાર મેઘરજ તાલુકામાં વિજ ચોરી થઇ રહી છે. તે આધારે મોડાસા હિંમતનગર, ભિલોડા, ટીંટોઈ, માલપુર ધનસુરા સહિતના વિજ ઓફિસ કંપનીના પંચાવન જેટલા વિજ કંપનીના કર્મચારીઓ મેઘરજ તાલુકાની ઘટક-૧ ઓફિસના નેઝા હેઠળના બાંઠીવાડા ભેમાપુર બેલ્યો - ડચકા - મુન્શીવાડા ધનીવાડા-સતીપુર-પાલ્લા સેદર્યો-સહિતના ૩૫ ગામડાઓમાં વિજ ચોરી અંગે ૩૪૦ કનેકશનો ચેક કરતાં ૧૧ જેટલા વિજ કનેકશનોમાં ખેતીવાડી, ઘર વપરાશ, થાંભલા ઉપરથી લગરીયા નાખીને વ્યાપક પ્રમાણમાં વિજ ચોરી કરતાં આ અધિકારીઓએ રૂ. સવા લાખની વિજ ચોરી ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

(5:25 pm IST)