Gujarati News

Gujarati News

News of Thursday, 18th July 2019

સુરતમાં ફોટો ગ્રાફર પાસેથી કેમેરો ભાડે લઇ પરત ન કરતા યુવક વિરુદ્ધ ગુનો દાખલ

સુરત:ઉધનાના ફોટોગ્રાફર પાસેથી ત્રણ દિવસના રૂ.૪૫૦૦ના ભાડા પર કેમેરો લઇ ગયા બાદ પરત નહિ આપનાર વરાછાના યુવાન વિરૂધ્ધ ઉધના પોલીસ મથકમાં ઠગાઇની ફરિયાદ નોંધાય છે.

ઉધના હરિનગર-૨ નજીક અમૃત નગરમાં રહેતો અને ફોટોગ્રાફીનો વ્યવસાય કરતા હિતને દિલીપ શેટે પાસેથી ગત તા.૭ મે ના રોજ હાર્દિક ભુપત બોધરા (રહે. શ્રી કૃષ્ણકુંજ સોસાયટી, યોગીચોક, વરાછા) નામનો યુવાન સોની કંપનીનો રૂ.૮૫ હજારની કિંમતનો કેમેરો ત્રણ દિવસના રૂ.૪૫૦૦ ના ભાડા પર લઇ ગયો હતો. કેમેરો ભાડા પર લઇ જતી વેળા હાર્દિકે પોતાની ઓળખ માટે આધાર કાર્ડ અને જામીન પેટે કોરો ચેક આપ્યો હતો.

(5:19 pm IST)