Gujarati News

Gujarati News

News of Thursday, 18th July 2019

સુરતના વરાછામાં કાપડની દુકાનમાં ચોરી કરવાના ઇરાદે ઘુસેલ મહિલા સીસીટીવીમાં કેદ

સુરત:શહેરમાં કપડાની ચોરી કરતી મહિલાનો વીડિયો વાયરલ થયો છે જેમાં એક મહિલા ચોરી કરતી નજરે ચડે છે. શહેરના મોટા વરાછા વિસ્તારમાં ધોળા દિસવે કાપડનની દુકાનમાં ચોરી થવાનો બનાવ સામે આવ્યો છે. મોટા વરાછામાં સુદામાચોક પાસે આવેલી સ્ટ્રોબેરી નામની દુકાનમાંથી કપડાની ચોરી થઇ છે.

એક મહિલા દુકાનામાં ગ્રાહક બનીને કપડાની ખરીદી કરવા માટે ગઇ હતીં અને દુકાનદારને સાઈઝ જોવાનું કહીને કપડાની ચોરીને અંજામ આપ્યો હતો. દુકાનદાર જે કપડા બતાવતો હતો તે કપડા પીસ ની ઉપર બીજૂં પીસ રાખીને કપડાની ચોરી કરી હતી.

(5:18 pm IST)