Gujarati News

Gujarati News

News of Thursday, 18th July 2019

અલ્પેશે જનતા સાથે કર્યો વિશ્વાસઘાતઃ હાર્દિક

દારૂ-બેરોજગારી અંગે અલ્પેશ ચૂપ કેમ ? સત્તા લાલસા માટે મોદીજીના કર્યા વખાણ

રાજકોટ, તા. ૧૮ :. કોંગ્રેસની ટીકીટ પર ચૂંટણી લડી ધારાસભ્ય બનનાર પરંતુ સત્તા લાલસા માટે રાજીનામુ આપી વડાપ્રધાન મોદીના વખાણ કરનાર અલ્પેશ ઠાકોરે જનતા સાથે વિશ્વાસઘાત કર્યો છે. દારૂ-બેરોજગારી અંગે અલ્પેશ કેમ ગૃહમાં કાંઈ ન બોલ્યા ? તેમ જણાવીને પ્રતિક્રિયા આપનાર હાર્દિક પટેલે કહ્યું હતુ કે વ્યકિતગત સ્વાર્થ માટે અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાયેલ છે.

અલ્પેશ ઠાકોર તથા ધવલસિંહ ઝાલાએ કોંગ્રેસ તથા જનતા સાથે વિશ્વાસઘાત કર્યો છે. રાજનીતિને ગંદી કરવાનું કામ કરનાર ભાજપ સાથે ભળી જઈને સત્તા લાલસા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના તેણે વખાણ કર્યા છે.

દારૂની બદી અને બેરોજગારી સામે લડતના મંડાણ કરી નેતા બનેલા અલ્પેશ ઠાકોર ધારાસભ્ય બન્યા બાદ વિધાનસભા ગૃહમાં દારૂની બદી, બેરોજગાર યુવાનોની વ્યથા તથા ભાજપની નીતિ-રીતી સામે કયારેય બે શભ્દો બોલ્યા નથી.

રાજ્યમાં બેરોજગારોના સત્તાવાર જાહેર થયેલ આંકડાઓ અંગે અલ્પેશ ઠાકોર કેમ ચુપ છે ? તેવો પ્રશ્ન કોંગી અગ્રણી હાર્દિક પટેલે કર્યો હતો.

(3:34 pm IST)