Gujarati News

Gujarati News

News of Thursday, 18th July 2019

ડીજે વગાડવાના પ્રતિબંધ કે ૯ ફુટની મુર્તી અંગે વાતનું વતેસર થયું છેઃ અનુપમસિંહ ગેહલોત

મુંબઇ પછી દેશમાં જયાં સૌથી મોટા ગણપતી ઉત્સવ થાય છે તેવા શહેરમાં પોલીસના જાહેરનામાના વિવાદમાં દુધનું દુધ અને પાણીનું પાણી કરતા પોલીસ કમિશ્નર : સુપ્રિમ કોર્ટના આદેશ મુજબ ધ્વનિ પ્રદુષણ ન થાય તે રીતે ડીજે વગાડવા પર કોઇ પ્રતિબંધ નથીઃ ૯ ફુટની ઉંચાઇની મર્યાદા વિગેરે બાબતે અકિલા સાથેની વાતચીતમાં સ્પષ્ટતા કરી

રાજકોટ,તા., ૧૮: મુંબઇ પછી દેશમાં સૌથી મોટાપાયે જયાં ગણપતી મહોત્સવનું આયોજન થાય છે તેવા વડોદરા શહેરમાંગણેશ ચતુર્થી દરમિયાન ડીજે વગાડવા બાબતે તથા  નવ ફુટથી ઉંચી ગણપતીજીની મુર્તિ પર પ્રતિબંધ લદાયાના અહેવાલોથી વડોદરા સહિત ગુજરાતમાં ભારે ગરમાવો આવી ગયો છે અને આ બાબતે રાજકીય નેતાઓ દ્વારા પણ પોલીસ કમિશ્નર સમક્ષ આ મામલે રજુઆત થઇ ત્યારે ડીજે બાબતે જાહેરનામાનું અર્થઘટનકરવામાં ગેરસમજ થયાનુંબહાર આવતા ભાવીકભકતોમાં હર્ષની લાગણી જન્મી છે.

વડોદરા શહેરમાં પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત દ્વારા ગણપતી ઉત્સવ દરમિયાન જે ડીજે બાબતે જાહેરનામું બહાર પાડવામાં જેગેરસમજ ચોક્કસલોકોનેથઇ તે બાબતે વડોદરાના પોલીસકમિશનર અનુપમસિંહ ગેહલોતનો સંપર્ક સાધતા તેઓએ અકિલા સાથેની વાતચીતમાં ભારપુર્વક જણાવેલ કે ગણપતી મહોત્સવ દરમિયાન ડીજે વગાડવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો નથી પરંતુ ડીજે વગાડતા સમયે ધ્વની પ્રદુષણ ન થાય તેની કાળજી રાખવા જણાવાયું છે.

ધ્વની પ્રદુષણ અંગે સુપ્રિમ કોર્ટની સ્પષ્ટ ગાઇડ લાઇન છે જેનો અમલ દેશભરની પોલીસે ચુસ્તપણે કરવા થયેલ આદેશ સંદર્ભે  જ સુપ્રિમ કોર્ટની ગાઇડ લાઇન્સનો અનાદર ન થાય તે પ્રકારે ડીજે વગાડવાની છુટ છે આમા કોઇ વિવાદ જેવું છે જ નહિ. માત્ર વાતનું વતેસર થયું છે તેઓએ જણાવેલકે શહેરના ગણેશ મંડળોના પ્રતિનિધિઓ સાથે આજે રૂબરૂ બેઠક કરી સ્પષ્ટતા કરવામાં આવનાર છે.

ગણપતિ મહોત્સવ દરમિયાન ગણપતીજીની મુર્તિ  ૯ ફુટથી ઉંચી ન રાખવા  માટે કોઇ અકસ્માત ન સર્જાય કે દુર્ઘટના ન બને અને વિસર્જન સરળતાથી થઇ શકે તે ધ્યાને લઇને જ આ પ્રકારનો હુકમ કરવામાં આવ્યો છે. અકિલા સાથેની વાતચીતમાં તેઓએ વિશેષમાં એવું પણ જણાવેલ કે તેઓ  રાજકોટ સહિત જયાં જયાં ફરજ બજાવી તે સ્થળે તમામ તહેવારો નાત-જાત કે ધર્મના ભેદભાવ વગર ખુબ જ રંગેચંગે ઉજવાઇ તે માટે જે પ્રયત્નો કર્યા હતા તેની રાજકોટ સહિતની પ્રજાએ નોંધ લઇ રાજકોટ પોલીસનું સન્માન કરેલ તે બાબતની તેઓએ યાદી આપેલ હતી. આમ ગણપતી મહોત્સવ દરમિયાન ડીજે વગાડવા પર પ્રતિબંધ કે ૯ ફુટથી ઉંચી મુર્તિ બાબતે તેઓએ ખુબ જ  સરળ ભાષામાં અને સાહજીકતાથી સ્પષ્ટતા કરી હતી.

(1:18 pm IST)