Gujarati News

Gujarati News

News of Thursday, 18th July 2019

નવસારીમાં સવારથી મેઘમહેર :ઘટાટોપ વાદળાઓ સાથે મુશળધાર વરસાદ

સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી :ખેડૂતોના ચહેરા પર ખુશીની લહેર

નવસારીમાં સવારથી મેઘ મહેર થઇ છે. કાળા ડિબાંગ વાદળો સાથેની મેઘરાજાની સવારીથી સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે. મુશળાધાર વરસતા વરસાદી ઝાપટાએ ખેડૂતોના ચેહરા પર ખુશી છવાઇ ગઇ હતી. વરસાદના કારણે રસ્તા પર પાણીના ખાબોચીયા ભરાયા હતા. રાહદારીઓ અને બાઇક ચાલકો વરસાદથી બચતા જણાયા હતા.

(11:59 am IST)