Gujarati News

Gujarati News

News of Thursday, 18th July 2019

અરવલ્લી જિલ્લામાં વાતાવરણમાં પલટો ;વહેલી સવારથી ધીમીધારે વરસાદ

માલપુર મેઘરજ મોડાસા બાયડ ધનસુરા અને ભિલોડા માં મેઘો મંડાયો :સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ

અરવલ્લી જિલ્લામાં કેટલાય દિવસના અસહ્ય ઉકળાટ બાદ વહેલી સવારથી વાતાવરણમાં પલટો થયો છે આજે વહેલી સવારથી અરવલ્લીમાં ધીમી ધારે વરસાદ શરૂ થતાં લોકો ખુશખુશાલ થઇ ગયા હતા

   જિલ્લાના માલપુર મેઘરજ મોડાસા બાયડ ધનસુરા અને ભિલોડા તાલુકામાં ઝરમર ઝરમર વરસાદ શરૂ થઇ ગયો છે હાલ પણ સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ યથાવત છે વાતાવરણ માં ઠંડક પ્રસરી છે. ધરતી પુત્રોને ચોમાસુ વાવેતર કર્યા બાદ ખેતીપાક મુર્જાવવાની તૈયારીમાં હતો. એવામાં વરસાદનું આગમન થતા પાકમાં જીવતદાન મળ્યું છે.

(11:54 am IST)