Gujarati News

Gujarati News

News of Thursday, 18th July 2019

ભારત માટે ઐતિહાસિક દિવસ :આંતર રાષ્ટ્રીય ન્યાય દિવસ :મુખ્યમંત્રી રૂપાણીની પ્રતિક્રિયા

કુલભૂષણ જાધવ કેસ અંગે મુખ્યમંત્રી રૂપાણીએ કહ્યું પીએમ મોદીની આંતર રાષ્ટ્રીય સ્ટ્રેટેજી અને સંબંધોને કારણે પાક,સામે દબાણ વધ્યું

 

અમદાવાદ : મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી કુલભૂષણ જાદવ કેસ અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે આજનો દિવસ ભારત માટે ઐતિહાસિક દિવસ છે.

  તેમણે દિવસને આંતરરાષ્ટ્રીય ન્યાય દિવસ તરીકે મુલવતા ઉમેર્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આંતરરાષ્ટ્રીય સ્ટ્રેટેજી અને સમ્બન્ધ જે રીતે પાછલા વર્ષો માં વધાર્યા તેને કારણે  પાકિસ્તાન પર દરેક સ્તરે દબાવ આપણે વધારી શક્યા છીએ.તેને જે રીતે અભિનંદનજી ને એક દિવસમાં છોડી દેવા પડ્યા હવે 16 માંથી 15 જજીસે ભારત ની અને કુલભૂષણ ની તરફેણ કરી છે. તે આપણી મોટી જીત છે અને પાકિસ્તાન હવે ખુલ્લું પડી ગયું છે.

મુખ્યમંત્રી કુલભૂષણ જાદવ જલ્દી ભારત પાછા આવે તેવી આશા વ્યક્ત કરતા  ઘટના ને આનંદ ને ભારત માટે હર્ષ રૂપ ગણાવી હતી

 

(11:46 pm IST)