Gujarati News

Gujarati News

News of Thursday, 18th July 2019

ચીનમાં યોજાનારી વર્લ્ડ ફાયર ગેમ્સમાં રાજ્યની મહિલા પી,આઈ, લજ્જા ગોસ્વામીની પસંદગી

ગુજરાત પોલીસમાં હથિયારી પોલીસ ઇન્સ્પેકટર તરીકે ફરજ બજાવતા લજ્જા ગોસ્વામીની ચેંગડુ-ચાઇના ખાતે તા.8 ઓગસ્ટથી તા;18 ઓગસ્ટ દરમ્યાન યોજાનાર વર્લ્ડ એન્ડ ફાયર ગેમ્સ-૨૦૧૯માં પસંદગી થઇ છે

   લજ્જા ગૌસ્વામીને ગૃહ રાજય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, લજ્જાએ રમત-ગમત ક્ષેત્રે અનેરૂ પ્રદાન કરીને વિશ્વ સ્તરની સ્પર્ધામાં ભાગ લેવા માટે પસંદગી પામ્યા છે તે સમગ્ર ગુજરાત અને ગુજરાત પોલીસ માટે ગૌરવ સમાન છે. તેમણે કહ્યું કે, અન્ય મહિલાઓએ પણ આમાંથી પ્રેરણા લેવી જોઇએ તેમજ મહીલાઓને પ્રેરણા મળી રહે તે માટે ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું છે.

   આ વિશ્વ કક્ષાની સ્પર્ધા દર બે વર્ષે યોજાય છે. જેમા વિશ્વના અલગ અલગ દેશના પોલીસ કર્મીઓ ભાગ લેતા હોય છે. આ સ્પર્ધામાં ભાગ લેવા માટે ભારતભરમાંથી ૧૫૦ થી વધુ રમતવીરોની પસંદગી થઇ છે જેમાં ગુજરાતના આ બાહોશ મહિલા અધિકારીની પસંદગી થઇ છે જે અન્ય માટે પ્રેરણારૂપ રહેશે.

   લજ્જા ગોસ્વામી શુટીંગ રમતની સ્પર્ધામાં રમતમાં ભાગ લેનાર છે તેમાં વિજેતા બનીને દેશનું નામ રોશન કરે તેવી રાજય સરકાર અને ગૃહ વિભાગ દ્વારા શુભકામનાઓ પાઠવી છે

(9:29 pm IST)