Gujarati News

Gujarati News

News of Saturday, 18th June 2022

હવે GSSSBની ભરતીમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન ઓનલાઇન થશે

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ભરતી પ્રક્રિયાને લઇ મોટો નિર્ણય :1446 જેટલી જગ્યાઓ માટેની ભરતી જાહેર

અમદાવાદ : ભરતી પ્રક્રિયાને લઇ ગૌણ સેવા પસંદગી મંડળનો મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં હવે GSSSBની ભરતીમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન ઓનલાઇન થશે. તાજેતરમાં જ જાહેર થયેલ હેડ ક્લાર્કની ભરતીમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન ઓનલાઇન થશે. નોંધનીય છે કે, ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 1446 જેટલી જગ્યાઓ માટેની ભરતી જાહેર કરવામાં આવી છે.

   ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા હવે  ડોક્યુમેન્ટ વેરિફિકેશનને લઈ એક મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. જે મુજબ હવે GSSSBની ભરતીમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન ઓનલાઇન થશે. જેથી હેડ ક્લાર્કની ભરતીમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન ઓનલાઇન કરવામાં આવશે. ઉમેદવારોએ 27 જૂનથી 4 જૂલાઇ સુધી ડોક્યુમેન્ટ ઓનલાઇન સબમિટ કરવાના રહેશે. જેને લઈ આગામી દિવસોમાં વિગતવાર ગાઇડલાઇન જાહેર કરાશે. 

GSSSB હેડ ક્લાર્ક ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ 2022 કેવી રીતે તપાસવું ?

  • GSSSBની અધિકૃત વેબસાઇટ https://gsssb.gujarat.gov.in/ પર જાઓ.
  • ત્યારબાદ હોમપેજના ડાબા ખૂણે આપેલ ‘પરિણામ’ ટેબ પર ક્લિક કરો.
  • ત્યારબાદ અંત સુધી સ્ક્રોલ કરો, તમને ‘હેડ ક્લાર્ક વર્ગ-3 પરિણામ’ લિન્ક મળશે.
  • એ લિન્ક પર ક્લિક કરો.
  • GSSSB પરિણામ PDF ડાઉનલોડ કરો.
  • અંતે પસંદ કરેલા ઉમેદવારોનો રોલ નંબર તપાસો.

GSSSB દ્વારા જાહેર કરાયેલી અન્ય ભરતીની માહિતી

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મોટી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. 1446 જેટલી જગ્યાઓ માટેની ભરતી જાહેર કરવામાં આવી છે.વર્ક આસિસ્ટન્ટ વર્ગ-3ની 771, ગ્રંથાલય નિયામકની 37 જગ્યા પર ભરતી, રેખનકારની 50, અધિક મદદનીશ સિવિલ ઇજનેરની 192 જગ્યા પર ભરતી, મ્યુનિસિપલ ઇજનેર 88 જગ્યા  પર ભરતીની જાહેરાત કરવામાં આવી

(9:54 pm IST)