Gujarati News

Gujarati News

News of Tuesday, 18th June 2019

સમીસાંજે અમદાવાદમાં ધોધમાર વરસાદ ;નીચાળવાળા વિસ્તારોમાં પાણી ભરાયા

અમદવાદ: રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે અમદાવાદમાં વહેલી સવારે વરસાદ બાદ સમી સાંજે ધોધમાર વરસાદ વરસ્યો છે સવારે શહેરના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો ત્યારે સમીસાંજે ફરીવાર ધોધમાર વરસાદ થયો છે

અમદાવાદના  આનંદનગર શ્યામલ સેટેલાઇટ તેમજ થલતેજ ,ગોતા ,તેમજ શહેરના જજીસ બંગલા રોડ, બોડકદેવ, સોલા, એસજી હાઇવે સહિત પૂર્વના અનેક વિસ્તારોમાં વરસાદ પડયો છે. જેમાં પૂર્વ વિસ્તારમાં મણિનગ , ખોખરા, હાટકેશ્વરમાં ભારે પવન સાથે વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં છે.

 બીજતરફ  ગાંધીનગરમાં વરસાદનુ આગમન થયુ છે..વરસાદ પડવાની શરૂઆત થયાની સાથે જ વાતાવરણાં ઠંડક પ્રસરી છે.

(8:02 pm IST)