Gujarati News

Gujarati News

News of Tuesday, 18th June 2019

કઠલાલ તાલુકા નજીક સર્જાયેલ જુદા-જુદા બે ગમખ્વાર અકસ્માતમાં બેને ગંભીર ઇજા

કઠલાલ:તાલુકાના કાકરખાડ ગામમાં રહેતાં ચંદુભાઈ મોહનભાઈ ડાભી ગત શનિવારના રોજ મોડી સાંજના સમયે પોતાની સાઈકલ પર ગામમાં આવેલ સધી માતાના મંદિર નજીકથી પસાર થઈ રહ્યાં હતા. તે દરમિયાન માર્ગ પર પુરપાટ ઝડપે આવી રહેલ એક અજાણ્યાં બાઈકનો ચાલક ચંદુભાઈને અડફેટે લઈ નાસી ગયો હતો. આ અકસ્માતમાં ચંદુભાઈ ઈજાગ્રસ્ત બન્યાં હતાં. 

આ બનાવ અંગે દશરથભાઈ ચંદુભાઈ ડાભીની ફરીયાદને આધારે કઠલાલ પોલીસે અજાણ્યાં બાઈકચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

(5:58 pm IST)