Gujarati News

Gujarati News

News of Tuesday, 18th June 2019

નડિયાદના ચકલાસીમાં દારૂ પકડાવી દેવાની રીસ રાખી સાત વ્યક્તિઓએ હુમલો કરી ત્રણને ઇજા પહોંચાડતા અરેરાટી

નડિયાદ: તાલુકાના ચકલાસી પોલીસ સ્ટેશનની હદમાં આવેલા ઈચ્છાપુરામાં દારૂ પકડાવાની રીસ રાખી સાત વ્યક્તિઓએ એક મકાન પર હુમલો કરી ત્રણને ઈજા પહોંચાડતા નાના એવા ગામમાં ચકચાર મચી છે. ચકલાસી પોલીસે સાત સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે સામેપક્ષે પણ ફરીયાદ નોંધાઈ છે. પોલીસે બંને ફરીયાદને આધારે કાર્યવાહી હાથ ધરી છે. 

મળતી માહિતી મુજબ નડિયાદ તાલુકાના ઈચ્છાપુરામાં રહેતાં વિક્રમભાઈ ઉર્ફે વિકો નવનીતભાઈ પરમાર ઈચ્છાપુરામાં દારૂ વેચાતો હોવાની બાતમી પોલીસને આપી હતી. જેથી પોલીસે એક મહિના અગાઉ દરોડો પાડી દારૂ પકડી પાડ્યો હતો. જેથી કેટલાક લોકો વિક્રમભાઈ સાથે ઝઘડો કરવાના મુડમાં હતાં. તા.૧૫ જૂનના રોજ શનિવારે રાત્રે ચીમનભાઈ બુધાભાઈ પરમાર, વિજયભાઈ કનુભાઈ પરમાર, કમલેશભાઈ ચીમનભાઈ પરમાર, રજનીભાઈ મંગળભાઈ પરમાર, જીતેન્દ્ર ભરતભાઈ પરમાર, ભરતભાઈ રાવજીભાઈ પરમાર, વગેરેએ ભેગા મળીને વિક્રમભાઈ પરમારના મકાન પર હુમલો કર્યો હતો. તે વખતે વિક્રમભાઈના ભાભી જ્યોત્સનાબેન આવી જતાં તેમને ફરસી મારી લોહીલુહાણ કરી દીધાં હતાં. જ્યારે દક્ષાબેનને કપાળ પર લોખંડની પાઈપ મારી હતી. તેમજ નવનીતભાઈને ધક્કામુક્કી કરી માર માર્યો હતો. અને ઘરની તોડફોડ કરી ખોટા કેસમાં વિક્રમને ફસાવી દેવાની ધમકી આપી હતી. 

(5:58 pm IST)