Gujarati News

Gujarati News

News of Tuesday, 18th June 2019

સાંબરકાંઠા, અરવલ્લી સહિત ઉત્તર ગુજરાતમાં આજનો દિ' વરસાદની આગાહીઃ તંત્ર એલર્ટ

ગાંધીનગરઃ કચ્છ તરફ આવી રહેલ 'વાયુ'વાવાઝોડું હવાના ઊંડા દબાણમાં ફેરવાતાં ગઈકાલે કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હળવી બનતાં ઝરમરથી માંડી અડધો ઈંચ વરસાદ ખાબકયો હતો. જોકે હજુ પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદની આગાહીના પગલે સાવચેતીના ભાગરૂપે એનડીઆરએફ ટીમને સ્ટેન્ડ બાય રખાઈ છે.

કચ્છના દરિયાકાંઠે વાવાઝોડાના કારણે ઉત્ત્।ર ગુજરાતના પાટણ અને બનાસકાંઠામાં ભારે વરસાદની શકયતા આજે હવામાન વિભાગે વ્યકત કરી છે. જેને લઈને સાવચેતીના ભાગરૂપે પાટણમાં એનડીઆરએફ ૨૫ જવાનોની ટીમ અને પાલનપુરમાં ૩૩ જવાનોની ટીમ સ્ટેન્ડ બાય કરી દેવામાં આવ્યા છે.

સાબરકાંઠા, અરવલ્લી સહિત ઉત્તર ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યકત કરી છે. વાવાઝોડાની અસરને કારણે ભારે વરસાદ પડે તેવી સંભાવના છે જેના કારણે બંને જિલ્લાનુ તંત્ર સાબદુ થઈ ગયું છે.

(1:13 pm IST)