Gujarati News

Gujarati News

News of Tuesday, 18th June 2019

ગુજરાત રાજ્યસભાની ચૂંટણી મામલે કોંગ્રેસની સુપ્રીમકોર્ટમાં અરજીની બુધવારે થશે સુનાવણી

ગુજરાતમાં બંધારણ અને લોકશાહીને બચાવવા માટે લડીશું.: અમિત ચાવડાનું ટ્વીટ

અમદાવાદ :ગુજરાતમાં રાજ્યસભાની બે બેઠકોની ચૂંટણી એક જ દિવસે મતદાન અલગ અલગ કરાવવાના ચૂંટણી પંચના નિર્ણય સામે ગુજરાત કોંગ્રેસે સુપ્રીમ કોર્ટમાં પિટિશન ફાઈલ કરી છે. આ પિટિશનની સુનાવણી સુપ્રીમ કોર્ટ આવતી કાલે બુધવારે હાથ ધરશે.

કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ટ્વિટ કર્યું હતું કે, ગુજરાત કોંગ્રેસે ચૂંટણીપંચે બહાર પાડેલા ગેરબંધારણીય જાહેરનામા સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. અમે ગુજરાતમાં બંધારણ અને લોકશાહીને બચાવવા માટે લડીશું. અમને વિશ્વાસ છે કે સુપ્રીમ કોર્ટ બંધારણ અને આપણી લોકશાહીની હત્યા થતી અટકાવશે.

રાજ્યસભા ચૂંટણીને લઈ પંચના આ નિર્ણય બાબતે ચર્ચા કરવા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી દિલ્હી પહોંચ્યા હતા, જ્યાં સોમવારે પ્રદેશ પ્રભારી રાજીવ સાતવના નિવાસે કાનૂની નિષ્ણાતો સાથે વિચાર-વિમર્શ કર્યો હતો. ચૂંટણી પંચે જે રીતે નિર્ણય કર્યો છે તે મુજબ બંને સીટો ભાજપના ફાળે આવે તેમ છે.

(12:34 pm IST)