Gujarati News

Gujarati News

News of Tuesday, 18th June 2019

૭૫ વર્ષના વરરાજા, ૭૦ વર્ષની કન્યાએ પ્રભુતામાં પગલાં માંડયા

આ યુગલ ૬૦ વર્ષથી લીવ ઈનમાં રહે છે જેઓના પુત્રો અને પૌત્રો મળીને અત્યાર કુલ ૨૦ જણનો પરિવાર છે

અમદાવાદ, તા.૧૮: દેશ અને દુનિયામાં અત્યારે લીવ ઈનમાં રહેવાનો ક્રેઝ વધવા લાગ્યો છે ત્યારે ગુજરાતના આદિવાસી સમાજમાં તો લીવ ઈન વર્ષોથી જોવા મળે છે. યુવક અને યુવતી એક બીજાનો હાથ પકડી લગ્નના સાત ફેરા ફર્યા વગર જીવન સાથી બની જવાની દ્યટના સાબરકાંઠા જિલ્લાના આદિવાસી સમાજમાં જોવા મળી છે. પોશીનાના માલવાસમાં રહેતા ૭૫ વર્ષીય ગમાનભાઈ કાળાભાઈ સોલંકીએ રાજસ્થાનના રાજપુર ગામના ૭૦ વર્ષીય વણઝારી દેવી પારધી સાથે પ્રભુતામાં પગલા પાડયાં છે. આ યુગલ ૬૦ વર્ષથી લીવ ઈનમાં રહે છે જેઓના પુત્રો અને પૌત્રો મળીને અત્યાર કુલ ૨૦ જણનો પરિવાર છે.

પોશીના તાલુકાના માલનાસમાં રહેતા ૭૫ વર્ષીય ગમાનભાઈ કાળાભાઈ સોલંકીએ રાજસ્થાનના રાજપુર ગામના ૭૦ વર્ષીય વણઝારી દેવી પારધી સાથે આજથી ૬૦ વર્ષ પહેલા જીવનસાથી બન્યાં હતા પરંતુ આર્થિત સ્થિતિ સારી નાં હોવાને કારણે આ યુગલે એક દ્યરમાં સાથે તો રહેતું હતું. પરંતુ એ સબંધને લગ્નનું નામ અપાયુ ન હતુ. હાલમાં એ લોકો આર્થિક રીતે થોડા સદ્ઘર થયા હોવાથી તેમના લગ્ન લેવાયા હતા. તો તેમના પૌત્ર અને પૌત્રીઓ તો મનમુકીને આ લગ્નને માણ્યાં હતા. બીજી બાજુ જાણકારોના મતે વધામણાની માનતા પૂર્ણ કરવા માટે આ લગ્ન યોજાયુ હોવાનું ત્યાના સ્થાનિક અગ્રણીઓએ જણાવ્યું હતું.

બંને યુગલને કુલ ૯ સંતાન છે જેમાં ૬ દીકરા અને ૩ દીકરી છે. ૬ દિકરામાં ત્રણ દિકરાના લગ્ન થયા છે. જેમાં પહેલા દીકરાને ૩ બાળકી, બીજા દિકરાને ૧ બાળક, ત્રીજા દિકરાને ૨ બાળક એમ કુલ છ પૌત્ર-પૌત્રી છે. આ સિવાય ચોથો દીકરો લીવ ઈનમાં રહેશે જેને પણ ૧ બાળક છે. જયારે ત્રણ દીકરીમાં એક દીકરી પણ લીવ ઈનમાં રહેશે જેને ૨ બાળકો છે. આમ આ યુગલને ૯ સંતાનો, ૯ પૌત્ર-પૌત્રી અને બંને જણ મળીને કુલ ૨૦ જણનો પરિવાર બન્યો છે.

(11:18 am IST)