Gujarati News

Gujarati News

News of Monday, 18th May 2020

કલોલ પોલીસ દ્વારા જાહેરનામાના ભંગ બદલ બે દિવસમાં 16 વ્યક્તિઓ સામે કાર્યવાહી કરાઈ

બસસ્ટેન્ડ, કસબા, સ્ટેશન રોડ,મેઈન બજારતથા ડેરોલ સ્ટેશન વિસ્તારમાં કાર્યવાહી

કલોલ : લોકડાઉન દરમિયાન કાલોલ પોલીસ દ્વારા છેલ્લા બે દિવસ થી કામ વગર આંટા મારતા, માસ્ક પહેર્યા વિના,ડબલ સવારી માં નીકળી જતા લોકો ઉપરાંત સોસીયલ ડિસ્ટન્સ ની જાળવણી કર્યા વગર વેપાર કરતા વેપારીઓ ઉપર કાલોલ પોલીસે લાલ આંખ કરી છે અને વખતોવખત આ નિયમો નું ઉલ્લંઘન કરતા લોકો સામે ફરિયાદ દાખલ કરી ધરપકડ કરી છે.

  રવિવારે કાલોલ નગરમાં બસસ્ટેન્ડ, કસબા, સ્ટેશન રોડ,મેઈન બજારતથા ડેરોલ સ્ટેશન માંથી ૯ જેટલા વ્યક્તિ ઓ ને જાહેરનામા ભંગ બદલ ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવી હતી.આમ શનિવારે તથા રવિવાર મળી કુલ ૧૬ જેટલા વ્યક્તિ ઓની કાલોલ પોલીસ સ્ટેશન ના દ્વારા અટકાયતી પગલાં લઈ કાયદેસર ની કાયૅવાહી હાથ ધરી હતી.

(11:12 pm IST)