Gujarati News

Gujarati News

News of Monday, 18th May 2020

ઇડર ચિત્રોડાના પ્રિયાંક અને તીથીએ પરીવારના 21 સભ્યોની હાજરીમાં સાદગીથી લગ્ન કર્યા

માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનુ પાલન કર્યું

સાબરકાંઠા જિલ્લામાં કોરોના સંક્ર્મણ અંગે વહિવટી તંત્ર દ્રારા જન જાગૃતિ માટે અનેક પ્રયાસો કરવામાં આવ્યા છે.  આ જન જાગૃતિનુ એક ઉદાહરણ ઇડર તાલુકાના ચિત્રોડા ગામે જોવા મળ્યું. ચિત્રોડાની તીથીના લગ્ન ગોરલના પ્રિયાંક સાથે માત્ર 21 સભ્યોની હાજરીમાં જ થયા.

ઇડરના ચિત્રોડાના બારોટ પરીવારમાં દિકરીના લગ્નમાં માત્ર ઘરના નજીકના લોકોએ જ હાજરી આપી અને સરકારના આદેશ અનુસાર માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનુ પાલન કરવામાં આવ્યું. ભારતીય હિંદુ પરંપરા અનુસાર આ લગ્ન કરવામાં આવ્યા હતા.આ લગ્નમાં કન્યા પક્ષના 10 લોકો અને 10 લોકો વર પક્ષ તરફથી અને એક લગ્ન કરતા બ્રાહ્મણ હાજર રહ્યા હતા. ખુબ જ સાદગીથી પરંપરા અનુસાર નવદંપતીએ લગ્નના ફેરા ફરી દામ્પત્ય જીવનની શરૂઆત કરી હતી. દામ્પત્ય જીવનની શરૂઆતમાં જ તેઓ પોતાની સામાજીક જવાબદારી સમજી કોરોના મહામારીનું સંક્રમણ ના ફેલાય તે માટે ઘરના સભ્યોની હાજરીમાં સાદગીથી લગ્ન કર્યા હતા. તીથી અને પ્રિયાંકે સામાજીક જવાબદારીનુ ઉત્તમ ઉદાહરણ પુરુ પાડ્યું છે. સમગ્ર વિશ્વ અને દેશ જ્યારે કોરોના વાયરસ સામે લડી રહ્યો છે ત્યારે દેશના તમામ નાગરીકોની જવાબદારી બને છે કે તેઓ આ લડાઇમાં પોતાની ભૂમિકા સમજે અને દેશને આ મહામારીથી બચાવવા પોતાનાથી બનતા પ્રયાસો કરે. તે સંદેશ નવદંપતીએ સમાજને આપ્યો હતો..

(8:38 am IST)